ETV Bharat / state

આસ્થાના પ્રતિક સમુ દેવતણખી ધામ, અષાઢી બીજના દિવસે થાય છે અનોખી ઉજવણી, જાણો શું છે ઇતિહાસ - Devatankhi Dham

જૂનાગઢ નજીક મજેવડી ગામમાં આવેલા દેવતણખી ધામમાં અષાઢી બીજની ધાર્મિક આસ્થા અને વિશ્વાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. ધાર્મિક માન્યતા મુજબ અષાઢી બીજના દિવસે દેવતણખી બાપાએ જીવતા સમાધિ લીધી હોવાની વાયકાને લઈને અષાઢી બીજના દિવસે દેવતણખી ધામમાં ધાર્મિક આસ્થા અને પૂજન સાથે અષાઢી બીજની ઉજવણી થઈ રહી છે. Devatankhi Dham

author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 6, 2024, 5:38 PM IST

દેવતણખી ધામમાં દર વર્ષે અષાઢી બીજના દિવસે  ઉજવણી થાય છે
દેવતણખી ધામમાં દર વર્ષે અષાઢી બીજના દિવસે ઉજવણી થાય છે (Etv Bharat gujarat)
દેવતણખી ધામમાં અષાઢી બીજની ધાર્મિક આસ્થા અને વિશ્વાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. (Etv Bharat gujarat)

જૂનાગઢ: મજેવડી ગામમાં દેવતણખી ધામમાં અષાઢી બીજની ધાર્મિક વિધિવિધાન અને પૂજન સાથે ઉજવણી કરવામાં આવી હતી. આજના દિવસે ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો અને ખાસ કરીને લુહાર સમાજના વ્યક્તિઓ દેવતણખી બાપાના દર્શન કરવા માટે આવે છે અને તેમની જાગૃત સમાધિના દર્શન કરીને પોતાની જાતને ધન્ય કરે છે. ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ થયા મુજબ અષાઢી બીજના દિવસે દેવતણખી બાપાએ જીવતા સમાધિ લીધી હતી. જેને લઈને આજે અષાઢી બીજના પાવન દિવસે દેવતણખી ધામમાં દેવતણખી બાપાની સાથે તેમની પુત્રી લીરલ માતાજીની જાગૃત સમાધિના દર્શન કરીને ભાવિ ભક્તો પોતાની જાતને ધન્ય કરે છે.

દેવતણખી ધામમાં અષાઢી બીજની ધાર્મિક આસ્થા અને વિશ્વાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે.

દેવાયત પંડિતે દેવતણખી બાપાની પરીક્ષા કરી: ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ મુજબ દેવાયત પંડિતે દેવતણખી બાપાની પરીક્ષા કરી હોવાનું માનવામાં આવે છે. દેવાયત પંડિત પોતાના ગુરુની શોધમાં ગિરનાર તરફ આવી રહ્યા હતા. ત્યારે મજેવડી નજીક તેમના ગાડાની ધરી તૂટી ગઈ હતી અને દેવાયત પંડિતે મજેવડીના લુહાર દેવતણખી બાપાને ત્યાં જઈને લોખંડની ધરી સાધી આપવાની વાત કરી હતી. પરંતુ લુહાર સમાજની ધાર્મિક પરંપરાને લઈને અગિયારસના દિવસે ભઠ્ઠી ચાલુ કરીને લોખંડને ગરમ કરવું ધાર્મિક આસ્થાની વિરુદ્ધમાં હતું. તેમ છતાં દેવાયત પંડિતે લોખંડની ધરીને સાધી આપવાની જીદ કરતા તેમણે પોતે ભઠ્ઠીને પ્રગટાવી અને લોખંડ ગરમ કરી એરણ પર રાખતા હથોડાનો ઘા ન ઝીલી શકતા એરણ પાતાળમાં પહોંચી ગયું હતું.

અષાઢી બીજના દિવસે દેવતણખી બાપાએ જીવતા સમાધિ લીધી હોવાની વાયકા
અષાઢી બીજના દિવસે દેવતણખી બાપાએ જીવતા સમાધિ લીધી હોવાની વાયકા (Etv Bharat gujarat)

પરચો જોઈને દેવાયત પંડિત અવાચક: લોખંડનું એરણ પાતાળમાં પહોંચી જતા દેવાયત પંડિત પણ ખૂબ અવાચક બની ગયા હતા. ત્યારબાદ દેવાયત પંડિતની લોખંડની ગરમ ધરીને દેવતણખી બાપાએ તેમના પગ પર રાખીને તેના પર હથોડાના ઘા ઝીલી તેને સાધી આપી હતી. દેવતણખી બાપાના પરચા જોઈને દેવાયત પંડિત ખૂબ અવાચક અને દિગ્મૂઢ બની ગયા હતા. દેવતણખી બાપાના આ પરચાની આજે પણ હાજરાહજૂર સાક્ષી દેવતણખી ધામમાં આવેલી તેમની જીવંત સમાધિ આપી રહી છે.

દેવાયત પંડિતે દેવતણખી બાપાની પરીક્ષા કરી
દેવાયત પંડિતે દેવતણખી બાપાની પરીક્ષા કરી (Etv Bharat gujarat)
દેવતણખી બાપા અને પુત્રી લીરલ માતાજીની સમાધિ
દેવતણખી બાપા અને પુત્રી લીરલ માતાજીની સમાધિ (Etv Bharat gujarat)

દેવતણખી બાપા અને પુત્રી લીરલ માતાજીની સમાધિ: દેવતણખી બાપાના પરચા આજે પણ એટલા જ હાજરા હજૂર માનવામાં આવે છે. દેવતણખી બાપા પોતે આત્મજ્ઞાની હોવાને કારણે પણ તેની પૂજા કરવામાં આવે છે. અષાઢી બીજના દિવસે તેઓ નશ્વર દેહને છોડીને જતા રહેશે અને તેમના માટે દેવતણખી ધામમાં સમાધિની તૈયારી કરવામાં આવે તેવી વાત તેમના ભક્તોને કરી હતી. આ વાત સાંભળીને તેમની પુત્રી લીરલ માતાજી પણ દેવતણખી બાપાની સાથે સમાધિ લેવા માટે તૈયાર થઈ ગયા હતા અને ધાર્મિક ગ્રંથોમાં કરવામાં આવેલા ઉલ્લેખ મુજબ આજના દિવસે દેવતણખી બાપા અને તેમની પુત્રી લીરલ માતાજીએ જીવંત સમાધિ લીધી હતી. ત્યારથી અષાઢી બીજના દિવસે દેવતણખી ધામમાં ધાર્મિક પૂજા અને દર્શનનું ખૂબ વિશેષ મહત્વ જોવા મળે છે.

  1. DGVCLના 7.64 લાખ રૂપિયાના કંડકટરની છેતેરપિંડી કરનાર બે ઇજનેરો એક કોન્ટ્રાકટરની ધરપકડ - Cheating with DGVCL
  2. તરસાડી પાલિકાના સફાઈ કામદારે પાલિકાના કારોબારી અધ્યક્ષ સામે પોલીસ ફરિયાદ નોંધાવી, જાણો શું હતો સમગ્ર મામલો? - sweeper of Tarsadi Nagar Palika

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.