ગુજરાત

gujarat

નડિયાદમાં પાલિકાની ટીમ અને લારીવાળાઓ વચ્ચે મારામારી...

By

Published : Feb 29, 2020, 7:41 AM IST

નડિયાદ શહેરના સંતરામ રોડ પર નગરપાલિકાની દબાણ ટીમ અને લારીવાળા વચ્ચે છુટ્ટા હાથની મારામારી સર્જાઈ હતી. રોડ પરથી દબાણ હટાવવાની કામગીરી કરવા માટે ગયેલી દબાણ ટીમ સાથે કેટલાક લારીવાળાઓએ હાથાપાઈ કરી હતી. જેને લઇ નાસભાગ મચી ગઇ હતી. આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચતા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી.

nadiad
નડિયાદ

નડિયાદ: શહેરના ટ્રાફિકથી ધમધમતા સંતરામ રોડ પર લારીવાળાઓ લારીઓ લઇ અવારનવાર રોડ પર આવી જતા હોય છે, ત્યારે ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. જેને લઇ નગરપાલિકા ટીમને દબાણ હટાવવા માટે જવું પડતું હોય છે. આ દબાણ હટાવો ટીમ રોડ પરથી દબાણ હટાવવા પહોંચી હતી. જે દબાણ હટાવવાની કામગીરી દરમ્યાન કેટલાક લારીવાળાઓએ દબાણ હટાવ ટીમ સાથે હાથાપાઈ કરી હતી. જેને લઇ રોડ પર મારામારીના દ્રશ્યો સર્જાતા નાસભાગ મચી જવા પામી હતી.

નડિયાદમાં સંતરામ રોડ પર નગરપાલિકાની ટીમ અને લારીવાળાઓ વચ્ચે સર્જાયા મારામારીના દ્રશ્યો

સમગ્ર સંતરામ રોડ પર ટ્રાફિકજામ થઇ ગયો હતો તથા દબાણ હટાવો ટીમ દ્વારા લારી કબ્જે કરી નગરપાલિકામાં જમા કરાવી લારીવાળા વિરુદ્ધ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, સંતરામ રોડ પર દરરોજ લારીવાળાઓ રસ્તા પર લારીઓ લઇ ઉભા થઇ જતા હોવાથી ટ્રાફિક સમસ્યા સર્જાય છે. જેને લઇ અવારનવાર નગરપાલિકા ટીમ સાથે લારીવાળાઓની રકઝકના દ્રશ્યો સર્જાતા હોય છે.

ABOUT THE AUTHOR

...view details