ETV Bharat / state

UG અને PG વિદ્યાર્થીઓ આ નોંધી લો, GCAS પોર્ટલ ત્રીજા અને અંતિમ રાઉન્ડ માટે ખુલ્લું મૂકાશે - UG PG Admission

author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 29, 2024, 10:55 PM IST

રાજ્યભરમાં નવા વર્ષના એડમિશન શરુ થઈ ગયા છે. કોલેજ-યુનિવર્સિટીઓમાં સ્નાતક અને અનુસ્નાતકમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને વિષય, કોલેજમાં કોઈ ફેરફાર કરવા હોય અથવા પ્રવેશ કોઈ કારણોસર રદ કરાવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે GCAS પોર્ટલ અંતિમ રાઉન્ડ માટે ખુલ્લું મૂકાશે.

UG અને PG એડમિશન
UG અને PG એડમિશન (ETV Bharat)

ગાંધીનગર : રાજ્યની 15 સરકારી યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજોની પ્રવેશ પ્રક્રિયામાં એકસૂત્રતા જળવાય અને નિયત સમયે કોલેજોમાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થઈ શકે, તે માટે રાજ્ય સરકાર દ્વારા GCAS - ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ પોર્ટલનો આરંભ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ તરફથી મળેલી રજૂઆતોને આધારે રાજ્ય સરકાર દ્વારા GCAS પોર્ટલ માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા છે.

GCAS પોર્ટલ ત્રીજા અને અંતિમ રાઉન્ડ માટે ખુલ્લું મૂકાશે (ETV Bharat Reporter)

એડમિશન માટે ત્રીજો રાઉન્ડ : શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મુકેશકુમારે જણાવ્યું કે, આગામી 4 જુલાઈથી 6 જુલાઈ સુધી સ્નાતક કક્ષાના તેમજ 1 જુલાઈથી 3 જુલાઈ સુધી અનુસ્નાતક કક્ષાના પ્રોગ્રામ્સની નવી અરજી સ્વીકારવા તથા જે વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે અગાઉ અરજી કરી છે તેમની અરજી સુધારવા ત્રીજા રાઉન્ડ માટે GCAS પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે.

કુલ 3.42 લાખ વિદ્યાર્થીઓના એડમિશન : GCAS પોર્ટલ પર પ્રથમ રાઉન્ડ અંતર્ગત સ્નાતક કક્ષાના 1.32 લાખ અને અનુસ્નાતક કક્ષાના 31,363 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. ગત 27 જૂનથી 29 જૂન સુધી બીજા રાઉન્ડ માટે GCAS પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. બંને રાઉન્ડ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 3.42 લાખ વિદ્યાર્થીઓને એડમિશન ઓફર આપી દેવામાં આવી છે. આ વિદ્યાર્થીઓએ આગામી 1 થી 3 જુલાઈ સુધી તેમને ફાળવેલ કોલેજમાં રિપોર્ટિંગ કરવાનું રહેશે. ત્રીજો રાઉન્ડ અંતિમ રાઉન્ડ રહેશે.

આ નોંધી લો : GCAS પોર્ટલ મારફત કોલેજ-યુનિવર્સિટીઓમાં વિવિધ પ્રોગ્રામમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની પ્રોફાઈલ, શૈક્ષણિક વિગત કે પસંદ કરેલા વિષય વગેરેમાં જરૂરી ફેરફાર માટે સંબંધિત યુનિવર્સિટી કે કોલેજ ટેકનિકલ બાબતો માટે GIPL સાથે સંકલનમાં રહીને યુનિવર્સિટી/કોલેજ કક્ષાએ જરૂરી ફેરફાર કરી શકશે. આ ઉપરાંત કોલેજ-યુનિવર્સિટીઓમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષામાં પ્રવેશ મેળવેલ હોય અને પોતાનો પ્રવેશ કોઈ કારણોસર રદ કરાવવા ઈચ્છતા હોય તેવા વિદ્યાર્થીઓ સંબંધિત યુનિવર્સિટી કે કોલેજમાં જઈ પોતાના પ્રવેશ રદ કરાવી શકશે.

B.Ed ના વિદ્યાર્થીઓ માટે સૂચન : GCAS પોર્ટલ મારફત વિદ્યાર્થીઓ દ્વારા B.Ed. પ્રોગ્રામમાં પ્રવેશ મેળવેલ હોય પરંતુ વિદ્યાર્થી પ્રવેશ મેળવેલ વિષય, શૈક્ષણિક વિગત વગેરેમાં જરૂરી ફેરફાર કરવા ઈચ્છતા હોય તો, તે સંબંધિત યુનિવર્સિટી/કોલેજ ટેકનિકલ બાબતો માટે GIPL સાથે સંકલનમાં રહીને યુનિવર્સિટી/કોલેજ કક્ષાએ ફેરફાર કરી શકશે.

  1. UG કોર્ષ માટે GCAS પોર્ટલ મારફતે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી
  2. 14 સરકારી યુનિવર્સિટીમાં નોન ટેક્નિકલ કોર્સ માટે હવેથી અરજી એક, વિકલ્પ અનેક

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.