ગુજરાત

gujarat

અંકલેશ્વરની હોટલમાં કલેક્ટર કચેરીના સ્ટાફના નામે 1 લાખ રૂપિયાનો તોડ કરનારા 4 આરોપીની ધરપકડ

By

Published : May 13, 2020, 1:02 PM IST

અંકલેશ્વર નજીક હાઈવેની હોટલ પર કલેકટર કચેરીના સ્ટાફના નામે રૂપિયા ૧ લાખનો તોડ કરનારા ૪ આરોપીની ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Etv Bharat, Gujarati News, Bharuch News
Bharuch News

ભરૂચઃ કોરોના વાઇરસને લીધે લોકડાઉન છે, ત્યારે અંકલેશ્વર નજીક હોટલમાં એક લાખ રૂપિયાની છેતરપીંડી આચરવામાં આવી હતી. લોકડાઉનના સમયમાં પ્રતિબંધિત ગુટખા અને સિગરેટનું વેચાણ થતું હોવાની ધમકી આપી છેતરપીંડી કરાઇ હતી.

અંકલેશ્વર નજીક હાઈવેની હોટલ પર કલેક્ટર કચેરીના સ્ટાફના નામે રૂપિયા ૧ લાખનો તોડ કરનારા ૪ આરોપીની ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લોકડાઉનના સમયમાં ગુટખા સહિતના પાણ મસાલાના વેચાણ પર તંત્ર દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. ત્યારે આ બાબતનો લાભ લઇ કેટલાક ભેજાબાજો અંકલેશ્વર નજીક હાઈવે પર આવેલા અને હોટલ ઓસ્કામાં પ્રવેશ્યા હતા અને પોતે કલેકટર કચેરીના અધિકારીઓ હોવાની ઓળખ આપી હતી. હોટલમાં ગુટખા અને સિગરેટનું વેચાણ થતું હોવાની ધમકી આપી ચારેય ઇસમોએ હોટલ માલિક પાસે પેટે રૂપિયા ૧ લાખ પડાવ્યા હતા અને સાથે ગુટખાનો રૂપિયા ૭૦ હજારનો જથ્થો પણ લઇ ગયા હતા.

આ અંગે હોટલ માલિકે અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસે અંકલેશ્વરના બોગસ પત્રકાર સુનીલ જયસ્વાલ, અરવિંદ પરમાર, જીતેન્દ્ર ચોહાણ અને આકાશસિંગ નામના આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details