- બાળકીને નદીના પુલમાં ફેકી હત્યાં કરનારી માતાને કોર્ટે ફટકારી સજા
- મહિસાગર નદીના પુલ પરથી નદીમાં ફેંકી દઈને કરી હતી સગી માં એ પુત્રીની હત્યા
- આણંદની સેસન્સ કોર્ટે તકશીરવાર ઠેરવીને આજીવન કેદની સજાનો હુકમ કર્યો
આણંદઃ બે વર્ષ પહેલાં પતિ સાથે દિવાળીના તહેવારોને લઈને કપડાં નહીં લાવવા બાબતે થયેલી તકરારમાં સગી પુત્રીને લાલપુરા-સાવલી રોડ ઉપર આવેલી મહિસાગર નદીના પુલ પરથી નદીમાં ફેંકી દઈને હત્યા કરનારી નિષ્ઠુર માતાને આણંદની સેશન્સ કોર્ટે તકશીરવાર ઠેરવીને આજીવન કેદની સજાનો હુકમ કર્યો હતો.
શુ છે સમગ્ર ઘટના?
પ્રાપ્ત વિગતો અનુસાર અહિમા ગામે રહેતી રમિલાબેનના લગ્ન આ બનાવને સાત વર્ષ પહેલા આંકલાવડી ગામે રહેતા પ્રવિણભાઈ ઉર્ફે બોડો પરસોત્તમભાઈ રોહિત સાથે કરવામાં આવ્યાં હતા. તેઓ છેલ્લા કેટલાક સમયથી દશરથ ગામે વિઘા પેટ્રોલ કેમિકલ કંપનીની સાઈડ રૂમમાં રહેતા હતા. તેમને એક પુત્ર અને એક પુત્રી હતા. ત્યારે દિવાળીના તહેવારોમાં પોતાના પુત્ર મયુર અને પુત્રી સુહાનીને કપડાં નહીં લાવવા બાબતે પતિ સાથે ઝઘડો થયો હતો. જેથી તેણી ગત ૧૩-૧૧-૨૦૧૮ના રોજ પોતાના બન્ને સંતાનોને લઈને પિયર અહિમા ખાતે પિતાની ખબર જોવા જવાનું બહાનુ કાઢીને નીકળી ગઈ હતી અને લાલપુરા-સાવલી રોડ ઉપર આવેલી મહિસાગર નદીના બ્રીજના ત્રીજા પીલ્લર ઉપરથી પોતાની છ માસની પુત્રી સુહાનીને નદીમાં ફેંકીને ત્યાંથી પિયર જતી રહી હતી. જ્યાં તેના ભાઈ રમણભાઈ ઉર્ફે ભદાએ ભાણી સુહાની ક્યાં છે તેમ પૂછતાં જ રમિલાબેને જણાવ્યું હતુ કે, તેણીને ટાઈફોઈડ થઈ ગયો હોવાથી સાતેક દિવસ પહેલા જ મરણ ગઈ છે અમોએ અંતિમવિધિ પણ કરી દીધી છે. સુહાની છ માસની હોવાથી સગાસંબંધીઓને જાણ નહોતી કરી તેમ જણાવ્યું હતુ.
રમીલાબેન એક રાત રોકાઈને બીજા દિવસે તેણીની સાસરીમાં જતી રહી હતી. દરમિયાન ૨૧મી તારીખના રોજ રમણભાઈ ઉર્ફે ભદો અહિમા ગામે ગયો હતો, જ્યાં દૂધની ડેરીએ તેણીની ભાણીના પોસ્ટરો જોયા હતા. તેની નીચે ઉક્ત ફોટાવાળી બાળકી લાલપુરા-સાવલી રોડ ઉપર આવેલા મહિસાગર નદીના પુલ નીચેથી મરણ ગયેલી હાલતમા મળી આવી હોવાનું અને તેના માતા-પીતાને પોલીસ શોધી રહી હોવાનું લખ્યું હતું. જેથી રમણભાઈ અચંબામાં પડી ગયા હતા, કારણ-કે બહેન રમિલાએ સુહાનીને ટાઈફોઈડ થઈ જતાં મોત થયું હોવાનું જણાવ્યું હતું, જ્યારે તેનો મૃતદેહ મહિસાગર નદીમાંથી મળી આવ્યો હોવાના પોસ્ટરો જોયા હોવાથી રમણભાઈએ તુરંત જ બહેન-બનેવીનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ સંપર્ક થઈ શક્યો નહોતો. જેથી ખંભોળજ પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપતાં પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને રમિલાબેનની ધરપકડ કરીને પૂછપરછ કરતાં તેણીએ જ પોતાની પુત્રીને મહિસાગર નદીના પુલ પરથી નદીમાં ફેંકીને હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.
અદાલતે આજીવન કેદની ફટકારી સજા