ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકડાઉન દરમિયાન આહાર અને ન્યુટ્રીશન જેવી બાબતોને લઇ ડો.પરાગ પટેલ સાથે ETV BHARATની ખાસ વાતચીત - આણંદ

કોરોના વાઇરસનું સંક્રમણ દેશમાં ફેલાઈ નહી તે માટે સરકાર દ્વારા દેશમાં લોકડાઉન જાહેર કર્યું છે. સામાન્ય રીતે નાગરિકો અત્યારે લોકડાઉનને કારણે બેઠાડું જીવન જીવી રહ્યા છે. લોકોની શારીરિક શ્રમની ક્રિયાઓ મહદઅંશે નહિવત થઈ ગઈ છે. તેવા સંજોગોમાં પોતાના શરીર અને ખોરાકનું ધ્યાન રાખવુ અતિ આવશ્યક બને છે. જે અંગે આણંદ ઝાયડ્સ હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટર પરાગ પટેલ દ્વારા ETV BHARATના માધ્યમથી વિસ્તૃત અને રસપ્રદ માહિતી આપી હતી.

આહાર અને ન્યુટ્રીશન જેવી બાબતોને લઇ ડો.પરાગ પટેલ સાથે ETV BHARATની ખાસ વાતચીત
આહાર અને ન્યુટ્રીશન જેવી બાબતોને લઇ ડો.પરાગ પટેલ સાથે ETV BHARATની ખાસ વાતચીત

By

Published : May 1, 2020, 1:06 PM IST

આણંદ : ડો.પરાગ પટેલ કે જેઓ આણંદ શહેરમાં આવેલા ઝાયડ્સ હોસ્પિટલમાં લેપ્રોસ્કોપી એન્ડ બેરિયાટ્રીક સર્જન છે. તેમના જણાવ્યાં અનુસાર lockdown અને કોર્ન ટાઈમ સમયમાં સૌથી વધારે અસર મનુષ્યના માનસિક અને શારીરિક ફેરફારો પર થતી હોય છે. શરૂઆતમાં દરેકને લાગતું હોય છે કે એક વેકેશન મળ્યું છે, પરંતુ તેની સીધી અસર તેમના માનસ ઉપર થતી હોય છે. lockdown દરમિયાન આપણા શરીરમાં શું પ્રકારના શારીરિક અને માનસિક ફેરફારો થાય છે અને આપણે તેને કેવી રીતે મેન્ટેન કરી શકીએ તે જાણવું અતિ આવશ્યક છે.

આહાર અને ન્યુટ્રીશન જેવી બાબતોને લઇ ડો.પરાગ પટેલ સાથે ETV BHARATની ખાસ વાતચીત
ડોક્ટર પરાગ જણાવ્યાં અનુસાર ફોરેન ટાઈમનો મતલબ થાય છે કે ૧૮મી સદીમાં જ્યારે યુરોપમાં અન્ય દેશોમાંથી વેપારી જહાજ વ્યવસાય માટે આવતા, ત્યારે તેમને લાગેલા ઇન્ફેક્શન અન્ય લોકોને ન લાગે તે માટે તેમને ૪૦ દિવસ સુધી બોટમાં જ રાખવામાં આવતા જેને તે ધોરણ ટાઈમ કહેતા તેના ઉપરથી જ શબ્દ આવ્યો જેનો સીધો મતલબ થાય છે isolation. isolation મા ઘરે રહીએ ત્યારે તેની સીધી અસર લોકોના માનસિક અને શારીરિક વર્તન ઉપર થતી હોય છે.સૌપ્રથમ lockdownના કારણે લોકોમાં બોરમ આવે છે. એટલે કે તે સમય દરમિયાન ટાઈમ કેવી રીતે પસાર કરવો જેના કારણે લોકો બોર થતા હોય છે અને તે વ્યક્તિના શરીરમાં સ્ટ્રેસ જનરેટ કરે છે જેના કારણે શરીરના એક્સપ્રેસ વધી જાય છે અને આપણને સુગરી ફુલ ખાવાનો કેવી સરસ વધી જાય છે જેનાથી શરીરમાં પ્રોટીન અને માઈક્રો trainમા વધારો થાય છે. સ્ટ્રેસ ઉત્પન્ન થવાના કારણે માનસિક રીતે શરીરમાં ખોરાકની માગ વધી જાય છે. જેથી શોપ અને સુગ્રીવ ફૂડ ખાવાની ઈચ્છા વધવા લાગે છે અને જેના કારણે વ્યક્તિ વધુ પડતા ખોરાકનું સેવન કરવા લાગે છે અને તેના શરીરમાં ચરબી અને સ્થૂળતાનું પ્રમાણ વધી જાય છે જેની સીધી અસર તેના વજનના વધારા પર થાય છે.વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે કે, આ પ્રકારના સમયમાં માનસિક ફેરફાર આવે છે જેને ફૂડ ક્રેવીયન્સ કહેવામાં આવે છે જેના વૈજ્ઞાનિકોએ ચાર ભાગ પાડ્યા છે જે આ પ્રમાણે છે.


ઇમોશનલ
આ પરિસ્થિતિમાં વ્યક્તિને સતત ખોરાક ખાવાની ઈચ્છા થયા કરે છે. જેના કારણે તે ઇમોશનલી ખોરાક તરફ આકર્ષાય છે.

વર્તન
આ પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનમાં ફેરફાર આવે છે. જેમાં વ્યક્તિના માનસિક તથા શારીરિક વર્તનમાં ફેરફાર પડે છે અને ખોરાક મેળવવા માટેની તેની ઈચ્છા તીવ્ર થતી જાય છે.

કોગનેટિવ
આ પરિસ્થિતિમાં વ્યક્તિને માનસિક ખોરાક પ્રત્યેનું આકર્ષણ વધવાથી તેને સતત ખોરાકના જ વિચાર આવતા રહે છે અને તે ખોરાક માટે સતત વિચાર્યા કરે છે.

ફિઝિયોલોજિકલ
આ પરિસ્થિતિમાં વ્યક્તિનું માઈક્રો એન્ઝાઈમનું પ્રમાણ વધી જાય છે અને તેના શરીરમાં શારીરિક ફેરફારો આવે છે.

આ સાથે વ્યક્તિની ઊંઘ પણ ઓછી થઈ જાય છે અને દિવસ રાત તેને ફક્ત ખોરાકના જ વિચારો આવ્યા કરે છે. જેના કારણે મનુષ્યના શરીરનું વજન વધી શકે છે અને તે સ્થૂળ બની શકે છે. તેનાથી બચવા આપણે આપણા શરીરમાં વિટામિન્સ અને micron અને માઇક્રોનું બેલેન્સ કરવું તે આવશ્યક હોય છે તેવો ખોરાક લેવો જોઈએ કે, જેનાથી આપણા શરીરમાં આ પ્રકારના એન્ઝાઇમ ઉત્પન્ન થાય નહીં.

ડોક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, ડિનર દરમિયાન લીલા શાકભાજી, કઠોળ, દાળ, સુકામેવા, દાણા જેવા ખોરાકનું સેવન કરવું તે આ પરિસ્થિતિમાં લાભદાયી નીવડે છે. દૂધ અને દૂધની બનાવટોનો ઉપયોગ કરવો પણ વ્યક્તિને અસરકારક નીવડે છે. આ ખોરાક લેવાથી આપણા શરીરમાં પ્રોટીન અને ન્યુટ્રીશનની જરૂર પૂરતી થાય છે અને ફૂડ ક્રેવીયન્સથી આપણે બચી શકીએ છીએ.

વધુમાં ડોક્ટરે જણાવ્યું હતું કે પોષણક્ષમ આહાર સાથે કસરત અને યોગ પણ શરીર અને મનને તંદુરસ્ત રાખવા લાભદાયી નીવડે છે. lockdown દરમિયાન શરીરની ન્યૂટ્રિશન વેલ્યુને જાળવી રાખવા માટે યોગ્ય ખોરાક લેવો જોઈએ. આ ઉપરાંત યોગાસન અને સૂર્યનમસ્કાર કરી શરીરને મજબૂત અને સ્વસ્થ રાખવા નિયમિત કસરત પણ કરવી જોઈએ. આમ, કરવાથી નિશ્ચિત આપણું શરીર અને મન બંને સ્વસ્થ રહેશે અને કોરોના સામેની આ પરિસ્થિતિમાં દેશ વિજય મેળવશે.


For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details