ગુજરાત

gujarat

મહેસુલ વિભાગના નાયબ કલેકટરની કરોડોની બેનામી સંપત્તિ આવી સામે

By

Published : Sep 18, 2019, 10:05 PM IST

અમદાવાદ: રાજ્યમાં મહેસુલ વિભાગ સૌથી વધુ ભ્રષ્ટ વિભાગ છે, તેવું મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું, ત્યારે આ વાતને સત્યમાં પરિવર્તિત કરતો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં મહેસુલ વિભાગના નાયબ કલેક્ટરે લોકોના ખિસ્સા ખંખેરી કરોડ રૂપિયાની બેનામી સંપત્તિ બનાવી હોવાનું સામે આવ્યું છે.

મહેસુલ વિભાગના નાયબ કલેકટરની કરોડોની બેનામી સંપત્તિ આવી સામે

ધારીમાં સુરેન્દ્રનગરના તત્કાલીન નાયબ કલેક્ટર વિજય ચૌહાણ તેમની સત્તાનો દુરુપયોગ કરી અને ગામોમાં જમીન ટોચ મર્યાદા અધિનિયમ સંબંધેની અનિયમિતતા અને ગેરરીતિ આચરી હતી.

મહેસુલ વિભાગના નાયબ કલેકટરની કરોડોની બેનામી સંપત્તિ આવી સામે

આ બાબતે ધ્યાને લઇ મહેસુલ વિભાગ દ્વારા LCBને ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં LCBએ સુરેન્દ્રનગરના કલેક્ટર કે. રાજેશને ફરિયાદી બનાવી સુરેન્દ્રનગરના નિવાસી અધિક કલેકટર ચંદ્રકાન્ત પંડયા, તત્કાલિન નાયબ કલેકટર વિજય ચૌહાણ અને ચોટીલાના તત્કાલિન મામલતદાર જી.એલ ઘાડવીની સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. જેમાં બાડા યુનિટ દ્વારા પણ અધિકારીઓની મિલકત સંબંધી તપાસ કરવામાં આવી હતી .જે દરમિયાન તત્કાલીન નાયબ કલેક્ટર વિજય ચૌહાણની સંપત્તિની તપાસમાં 98.14 ટકા જેટલી અપ્રમાણસર મિલકત વસાવી હોવાનું સામે આવ્યું છે.

તપાસ દરમિયાન 1,25,30,375 રૂપિયાની બેનામી મિલકત મળી આવી હતી, એટલું જ નહીં વિજય ચૌહાણ રાજકોટ, ભાવનગર, અમદાવાદ તથા ગાંધીનગરના જિલ્લામાં જમીન ખરીદી હોવાનું પણ સામે આવ્યું હતું .તો આ સાથે જ જુદી જુદી બેંકમાં એફડી કરી પૈસાનું રોકાણ કર્યું હતું અને સોનાની લગડીઓ પણ વસાવી હતી, ત્યારે LCBએ વિજય ચૌહાણ સામે મિલકતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details