ETV Bharat / state

સુરતમાં હવસખોરે હદ વટાવી, નરાધમે પાંચ વર્ષની બાળકીને બનાવી હવસનો શિકાર - man raped five year old girl - MAN RAPED FIVE YEAR OLD GIRL

માનવતાનો જાણે અંત આવતો હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે. અવાર નવાર દુષ્કર્મ આચારવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જ્યારે હાલમાં બનેલી એવી જ એક ઘટનામાં હવાસખોરીની સીમા પાર કરી નાખી હોય તેવું જણાય છે. જેમાં પાંચ વર્ષની બાળકી સાથે 37 વર્ષના ઇસમે દુષ્કર્મ આચાર્યો છે. હાલ પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. વધુ જાણવા માટે વાંચો આ અહેવાલ. man raped five year old girl

ભારતીય ન્યાય સંહિતાની કલમ 65 મુજબ અને પોકસો મુજબ ગુનો નોંધ્યો
ભારતીય ન્યાય સંહિતાની કલમ 65 મુજબ અને પોકસો મુજબ ગુનો નોંધ્યો (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 4, 2024, 2:34 PM IST

ડીંડોલી પોલીસ દ્વારા ફરિયાદ નોંધી યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી (Etv Bharat Gujarat)

સુરત: જિલ્લાના ડીંડોલી વિસ્તારમાં એક પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધાઈ છે. આ દુષ્કર્મ આચરનાર બીજું કોઈ નથી પણ પડોશી યુવક જ હતો. અને તેના સામે ડીંડોલી પોલીસ દ્વારા ફરિયાદ નોંધી યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પાંચ વર્ષની બાળકી સાથે 37 વર્ષના ઇસમે દુષ્કર્મ આચાર્યો
પાંચ વર્ષની બાળકી સાથે 37 વર્ષના ઇસમે દુષ્કર્મ આચાર્યો (Etv Bharat Gujarat)

પોકસો મુજબ ગુનો નોંધ્યો: દુષ્કર્મ આચારનાર આરોપી વિરુદ્ધ ડીંડોલી પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 65 મુજબ અને પોકસો મુજબ ગુનો નોંધ્યો છે. મળતી માહિતી મુજબ જાણવા મળે છે કે, ડીંડોલી વિસ્તારમાં રહેતો સુરેશ ગોસ્વામી કે જેની ઉમર 37 વર્ષ છે. તે પાંચ વર્ષની બાળકીના ઘરની સામે જ રહેતો હતો. આ દુષ્કર્મીએ બાળકીને બિસ્કીટની લાલચ આપી પોતાના ઘરમાં લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

દાદા દાદીએ સુરેશને દુષ્કર્મ આચરતા ઝડપ્યો: પોલીસ તપાસમાં બહાર આવેલી વિગત મુજબ આ પાંચ વર્ષની બાળકીના માતા પિતા બંને દિવસ દરમિયાન નોકરી ધંધે જાય છે જ્યારે બાળકી તેના દાદા દાદી સાથે રહેતી હોય છે. જ્યારે પડોશમાં રહેતો યુવક સુરેશ ગોસ્વામી કે તે પરિવરથી તેમજ બાળકીથી પરિચિત હતો ઉપરાંત અવર-નવાર બાળકીના ઘરે આવતો હોવાથી જ્યારે તે બાળકીને તેની સાથે લઈ ગયો ત્યારે કોઈને શંકા પણ ન થઈ પરંતુ ઘણો સમય સુધી બાળકી નહીં દેખાતા દાદા દાદી સુરેશના ઘરે પહોંચ્યા હતા. જ્યાં બાળકીને તેમણે લોહી લુહાણ હાલતમાં અને ખૂબ જ ડરેલી હાલતમાં જોઈ તેણીને સુરેશની પકડમાંથી છોડાવી હતી. ત્યારબાદ તુરંત જ સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી.

સુરેશ ઘરેથી નાસી છૂટ્યો હતો: બીજી તરફ આરોપી સુરેશ ગોસ્વામી ઘરેથી નાસી છૂટ્યો હતો, જોકે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી સુરેશ ગોસ્વામીની ધરપકડ કરી લીધી હતી. હાલ ડીંડોલી પોલીસે સુરેશ ગોસ્વામીની ધરપકડ કરી તેનો અન્ય કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ અથવા તો અન્ય કોઈ ગુનાઓમાં તે સંડોવાયેલો છે કે નહીં તે દિશામાં વધુ પૂછપરછ અને તપાસ કરવામાં આવી રહી છે.

  1. ઉપલેટામાં કોલેરાના સંભવિત કેસ બાદ આરોગ્ય વિભાગ દ્વારા 71,518 લોકોના આરોગ્યની તપાસ, લોકોમાં જાગૃતતા લાવવા પત્રિકા વિતરણ - Health operations in Rajkot
  2. અંબાજી એસટી ડેપોના ત્રણ કર્મચારીઓએ જમાવી દારૂની મહેફિલ, વીડિયો વાયરલ થયાં બાદ ત્રણેય સસ્પેન્ડ - ST depot workers video went viral

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.