ગુજરાત

gujarat

જમ્મુ-કાશ્મીરમાં જવાનો દ્વારા માસ્ક, સેનિટાઇઝર અને ખાદ્ય ચીજોનું વિતરણ

By

Published : Mar 28, 2020, 8:39 PM IST

જમ્મુ-કાશ્મીરના શોંપિયા જિલ્લામાં સેના અને CRPFના જવાનોએ આજે ખાદ્ય ચીજો, માસ્ક અને સેનિટાઇઝરનું વિતરણ કર્યું હતું. દેશમાં કોરોના વાઇરસના ફેલાવાને રોકવા માટે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.

jammu
jammu

શ્રીનગર : કોરોના વાઇરસને લઈને દેશભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. લોકડાઉન દરમિયાન કોઈ પણ વ્યક્તિને મુશ્કેલી ન પડે તે માટે સરકાર સતત પ્રયાસો કરી રહી છે, ત્યારે આજે ભારતીય સેનાના 62માં રાષ્ટ્રીય રાઇફલ્સે જમ્મુ-કાશ્મીરના શોપિયા જિલ્લામાં જરૂરિયાતમંદ લોકોને ચોખા અને અન્ય ખાદ્ય વસ્તુઓનું વિતરણ કર્યું હતું.

સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની 14મી બટાલિયન દ્વારા શોંપિયા જિલ્લામાં કોરોના વાઇરસના ચેપથી લોકોને બચાવવા માસ્ક અને સેનિટાઇઝર્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત દેશમાં સેનાના જવાનો ઉપરાંત પોલીસ દળ અને અન્ય લોકો પણ જરૂરિયાતમંદ લોકોને ખાદ્ય ચીજોનું વિતરણ કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details