જુનાગઢ: સોમનાથ એસોજીએ ઉના કોડીનાર અને ગીર ગઢડામાંથી 112 કિલો બનાવટી માખણ ઝડપી પાડ્યું છે. આગામી તહેવારોને લઈને લેભાગુ તત્વો દ્વારા આ પ્રકારે લોકોના આરોગ્ય સાથે ચેડા કરીને ખાદ્ય ચીજ વસ્તુઓ નકલી કે તેમાં ભેળસેળક કરતા હોય છે. આવા કારસ્તાન ને આજે સોમનાથ પોલીસે ખુલ્લુ પાડ્યું છે.
સ્વાદના શોખીનો માટે ચિંતાજનક સમાચાર: તહેવારોના સમયમાં સ્વાદના શોખીનોની જરૂરિયાત પૂરી થઈ શકે તે માટે લેભાગુ તત્વો દ્વારા ખાદ્ય ચીજ વસ્તુઓમાં ભેળસેળ કરવાથી લઈને તેનું નકલી ઉત્પાદન કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાનું કારસ્તાન ચલાવવામાં આવતુ હોય છે. આવા જ એક કારસ્તાનને સોમનાથ પોલીસે ખુલ્લું પાડ્યું છે. કોડીનાર ઉના અને ગીર ગઢડા તાલુકામાંથી એસોજી દ્વારા 112 કિલોની આસપાસ નકલી માખણ કે જેની બજાર કિંમત ૩૩ હજાર કરતાં વધુ થાય છે તેને પકડી પાડવામાં સફળતા મેળવી છે.
તહેવારોના સમયમાં નકલી તત્વો સક્રિય: તહેવારોના સમયમાં ખાધ્ય ચીજોનું નકલી ઉત્પાદન અને તેમાં ભેળસેળ કરવાની અનેક ફરિયાદો સોમનાથ પોલીસને મળતી રહે છે. તેને ધ્યામાં લઈ સોમનાથ પોલીસે આજે કોડીનાર તાલુકાના વેડવા ગામના પુંજાભાઈ રાઠોડ પાસેથી 23 કિલો બનાવટી માખણ જેને બજાર કિંમત 6700 છે, ગિર ગઢડામાંથી મીથુન જોબનપુત્રા પાસેથી 88 કિલો નકલી માખણ જેની બજાર કિંમત 23, 700 છે, અને ઉના શહેરમાંથી મનીષ જોબનપુત્રા પાસેથી 10 કિલો બનાવટી માખણ કે જેની બજાર કિંમત 2700 મળીને કુલ 112 કિલો માખણ કે જેની બજાર કિંમત 33 હજાર કરતાં વધુ થાય છે તેને પકડી પાડીને પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.