ગુજરાત

gujarat

ETV Bharat / snippets

નવરાત્રિમાં માતાજીના ગરબાનો ઉત્તમ ઉપયોગ, વેસ્ટમાંથી બેસ્ટ ચકલીના ઘરનું સર્જન

By ETV Bharat Gujarati Team

Published : Oct 8, 2024, 10:59 PM IST

ચકલીના ઘરનું સર્જન
ચકલીના ઘરનું સર્જન (Etv Bharat Gujarat)

જામનગર: હાલ છેલ્લા ઘણા વર્ષોથી શહેરમાં જોવા મળતી ચકલીની સંખ્યા ઘટી રહી છે. પ્રકૃતિ મિત્ર સંસ્થા અને શ્રી સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ જામનગરની ટીમ દ્વારા 'ચકલી બચાવો'અભિયાન અંતર્ગત વેસ્ટમાંથી બેસ્ટ ચકલી ઘર સર્જન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. સૌના ઘરમાં નવરાત્રિ નિમિત્તે માતાજીના ગરબાની સ્થાપના કરવામાં આવે છે. આ ગરબાને પાણીમાં ન પધરાવા અથવા મંદિરે ન મુકવા કારણ કે સંસ્થા દ્વારા આ ગરબાનો ચકલીના માળા બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે. આ ગરબામાં ચકલીના માળા બનાવી બંને સંસ્થાના સભ્યો દ્વારા જામનગરમાં જ્યાં માળા લગાવી શકાય ત્યાં લગાવવામાં આવે છે. માળાનું જાહેર જનતાને 'વિશ્વ ચકલી દિવસ'ના દિવસે નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details