વડોદરા શહેરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી... - world yoga day 2024
Published : Jun 21, 2024, 5:35 PM IST
વડોદરા: આજ રોજ સમગ્ર દેશમાં 10માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે દેશના તમામ લોકો અને વિશ્વના ખૂણે-ખૂણે યોગનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે વડોદરા શહેરમાં પણ આ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વડોદરા મહાનગર પાલિકા દ્વારા અકોટા દાંડિયા બજાર બ્રિજ નીચે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિધાનસભાના દંડક બાળુશુકલ, મેયર પિંકીબેન સોની, શીતલ મિસ્ત્રી અને વિજય શાહ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
2015 થી 21 જૂનને યોગા દિન તરીકે ઉજવણી: 21 મી જુનને વિશ્વભરમાં વર્લ્ડ યોગા ડે તરીકે ઉજવવામાં આવે છે. આજથી બરાબર 9 વર્ષ પહેલા યોગ દિવસની ઉજવણીનો સૌપ્રથમ પ્રસ્તાવ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 27 સપ્ટેમ્બર, 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં તેમના સંબોધનમાં મૂક્યો હતો. આ પછી સંયુક્ત રાષ્ટ્રએ આ અંગે પ્રસ્તાવ લાવીને 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાની જાહેરાત કરી હતી. આજે દેશ અને દુનિયામાં યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. આ વર્ષે મહિલા સશક્તિકરણની થીમ સાથે યોગા દિનની ઉજવણી કરવામાં આવી હતી.
રાજ્યમાં પણ વિવિધ જગ્યાએ યોગ દિવસની ઉજવણી: 21 જૂનના દિવસે વિશ્વ યોગ દિવસ સરકારે જાહેર કરેલ અને 2015 થી સમગ્ર વિશ્વમાં આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. 'યોગ' ને વધુ પ્રચલિત કરવા ખાસ પ્રયત્નો હાલની કેન્દ્ર સરકારે હાથ ધર્યા છે. હવે સરકાર વધુ રસ લઈને 'યોગ' અંગે જાગૃતિ વધારી છે. ત્યારે મોટા મોટા શહેરોમાં પણ યોગના રોજ કલાસ અને કાર્યક્રમો ચાલતા હોય. જેમાં તજજ્ઞો દ્વારા વિવિધ યોગ શીખવાડવામાં આવે છે.