કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે, કાયમી શિક્ષકની ભરતીને લઈને સરકાર પર આકરા પ્રહાર કર્યા, જુઓ વિડીયો - Shaktisinh Gohil - SHAKTISINH GOHIL
Published : Jun 19, 2024, 7:21 AM IST
અમદાવાદ: ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કાયમી શિક્ષકની ભરતીને લઈને સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યું છે કે, કાયમી શિક્ષક તરીકે ભરતી થાય તેવી રજુઆત કરવા ગાંધીનગર આવેલ યુવાનોને પીલિસ દ્વારા ડિટેઇન કરી જુદી જુદી જગ્યાએ ગોંધી રાખવામાં આવેલ છે અને તેઓના મોબાઈલ લઈ લેવામાં આવેલ છે. શું લોકશાહીમા રજુઆત કરવાનો કે શાંતિપૂર્ણ આંદોલનનો પણ અધિકાર નથી ? @Bhupendrapbjp @CMOGuj સરકારને વિનંતી છે જે શિક્ષકોની પુષ્કળ જગ્યાએ ખાલી છે અને સામે નોકરી ઇચ્છતા ટેટ અને ટાટ પરીક્ષા પાસ કરેલ વિદ્યાર્થીઓ ઉપલબ્ધ છે તો સત્વરે કાયમી શિક્ષક ભરવા. ચૂંટણી પહેલા ખાત્રી આપવામાં આવી હતી કે પંદર જુન સુધીમાં જ્ઞાન સહાયક નહીં પરંતુ કાયમી શિક્ષકો ભરાવામાં આવશે. ચૂંટણી પૂર્ણ થઈ એટલે હવે જવાબ પણ નહીં આપવાનો? યુવાનોને તુરંત પોલીસ રિહાસતમાંથી મુક્ત કરે અને સરકાર સંવાદ કરે. કાયમી શિક્ષકોની પુરે પુરી ભરતી કરવામાં આવે તેવી અમારી માંગ છે.