ગુજરાત

gujarat

ETV Bharat / videos

સુરતમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 1 બાળકી સહિત વધુ 2 નાં મોત નિપજ્યાં - mosquito borne epidemic in Surat - MOSQUITO BORNE EPIDEMIC IN SURAT

By ETV Bharat Gujarati Team

Published : Jul 30, 2024, 3:30 PM IST

સુરત: ખાડીપૂરનું પાણી ઓસર્યા બાદ હવે વિવિધ રોગોએ દસ્તક આપી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. જેમાં 1 બાળકી સહિત વધુ 2નાં મોત નિપજ્યાં છે. સિવિલ, સ્વીમેર, મસ્કતી અને શહેરના તમામ હેલ્થ સેન્ટરો સહીત હોસ્પિટલોમાં વિવિધ રોગોના દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. તે ઉપરાંત પીપલોદની 3 વર્ષીય બાળકીનું ઝાડા-ઊલટી થતા 2 કલાકમાં જ મોત નિપજ્યું છે. સચિન જીઆઈડીસીના 1 આધેડનું પણ ઝાડા-ઉલટી બાદ મોત નિપજ્યું છે. ઈચ્છાનાથ પાસે રહેતા બબલુ મહંતોની 3 વર્ષીય પુત્રી ખુશી સોમવારે સવારે ઝાડા-ઊલટી થઈ બેભાન થઈ ગઈ હતી. તેને સિવિલ હોસ્પિટલ લઈ જવાતા. ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી. સચિન નવકાર સોસાયટીના 50 વર્ષીય પુર્ણાકમલ દેવાથને ઝાડા ઊલટી થતા રવિવારે સાંજે બેભાન હાલતમાં સિવિલ લવાયા હતા, જ્યાં તબીબે મૃત જાહેર કર્યા હતા. 

ABOUT THE AUTHOR

...view details