મારી સાથે રિલેશન રાખીશ તો જિલ્લા ભાજપ પ્રમુખ બનાવી દઈશ, મહેસાણાની મહિલા સાથે બન્યો બીભત્સ બનાવ - Mehsana Crime - MEHSANA CRIME
Published : May 9, 2024, 5:48 PM IST
મહેસાણા : મારી સાથે રિલેશનશિપ રાખી તો તને જિલ્લા ભાજપ પ્રમુખ બનાવી દઈશ... આ શબ્દો કોઈ અજાણ્યા શખ્યના છે અને આ બીભત્સ બનાવનો ભોગ મહેસાણાની એક સામાન્ય યુવતી બની છે. મહેસાણામાં રહેતી યુવતીને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. આ ફોન પર એવું કહેવાયું કે, મારી સાથે રીલેશનશીપ રાખીશ તો તને ભાજપ જિલ્લા પ્રમુખ બનાવી દઈશ. બંગલો અને ગાડી લાવી આપીશ. ભોગ બનનાર યુવતીએ જણાવ્યું કે, મને અજાણ્યા નંબરથી અજાણ્યા શખ્સે ફોન કર્યો હતો. જેમાં તેણે શારીરિક સંબંધ બનાવવાનું કહીને બીભત્સ માંગણી કરી હતી. વધુમાં અજાણ્યા શખ્સે યુવતીના પતિને પણ ફોન કરી આવી જ બીભત્સ માંગ કરી હતી. યુવતીએ આ મામલે ફરિયાદ દાખલ કરી હતી, પરંતુ ગત 30 એપ્રિલે બનેલી ઘટનામાં ચૂંટણી બાદ ફરિયાદ નોંધાઈ છે.