Narmada: ખ્રિસ્તીઓના આત્મિક જાગૃતિ સભા કાર્યક્રમ સામે વિહિપે ઉઠાવ્યો વાંધો, કલેક્ટરને આપ્યું આવેદન
Published : Feb 8, 2024, 2:29 PM IST
નર્મદા: ડેડીયાપાડાના સાંકડી ગામે ખ્રિસ્તી સમાજ દ્વારા આત્મિક જાગૃતિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભા રદ કરવાની માંગ સાથે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. વિશ્વ હિન્દુ પરિષદનો આક્ષેપ છે કે આત્મિક સભાના નામે મોટાપાયે આદિવાસીઓનું ધર્માંતરણ કરવાનો આ કાર્યક્રમ છે. ડેડીયાપાડાના સાંકળી ગામે 11 ફેબ્રુઆરીના રોજ ખ્રિસ્તી સમાજ દ્વારા આત્મિક જાગૃતિ સભા કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે. ત્યારે આ કાર્યક્રમને લઈને અત્યારથી જ વિવાદ સર્જાતો જોવા મળી રહ્યો છે. કારણ કે આત્મીક જાગૃતી સભા કાર્યક્રમ થવાના છે તેની પત્રિકાની વહેંચણી થઈ ગયા બાદ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો અને નેતાઓ અને આગેવાનો દ્વારા નર્મદા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે આ કાર્યક્રમને રદ કરવામાં આવે તેવી માંગ કરી છે.