Panchmahal: ગોધરા ખાતે નવીન સર્કિટ હાઉસનું શિક્ષણપ્રધાન કુબેર ડિંડોરના હસ્તે લોકાર્પણ કરાયું - ગોધરા ખાતે નવીન સર્કિટ હાઉસ
Published : Mar 10, 2024, 6:27 AM IST
પંચમહાલ: ગોધરા ખાતે રાજ્ય માર્ગ મકાન વિભાગ દ્વારા ૬.૧૭ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા અદ્યતન સુવિધા સભર નવીન રેસ્ટ હાઉસ ભવનનું રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રી અધ્યક્ષતામાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. શિક્ષણ પ્રધાને નવીન સર્કિટ હાઉસનું નિરીક્ષણ કર્યું હતું.આ સર્કિટ હાઉસમાં 4 આધુનિક રૂમ તેમજ બે મોટા હોલ બનાવામાં આવ્યા છે તેમજ બે મોટા ભોજન હોલ બનાવામાં આવ્યા છે. આ પ્રસંગે કેબિનેટ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને હાલ શિક્ષકો દ્વારા પડતર માંગણી અંગે કરવામાં આવી રહેલી મહાપંચાયત અંગે પૂછતાં તેઓ જણાવ્યું હતું કે સમય અંતરે શિક્ષકોના વિવિધ સંઘ દ્વારા તેઓની માંગણીઓ રજૂ કરવાના રૂટિન કાર્યક્રમ દર વર્ષે કરવામાં આવતાં હોય છે. જેની સાથે સરકાર દ્વારા પણ સમય સમયે નીતિવિષયક નિર્ણયો સમયાંતરે લેવામાં આવતાં હોય છે. આ ઉપરાંત રાજ્યના શિક્ષણ મંત્રીએ વધુમાં મુખ્યમંત્રી દ્વારા અમદાવાદથી લોન્ચ કરવામાં આવેલી નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવતી યોજનાની જે જાહેરાત કરવામાં આવી છે જે પણ ખૂબ જ ફાયદાકારક રહેશે એમ જણાવ્યું હતું.