સુરતના પાલ વિસ્તારમાં પશુનું કપાયેલું ગળું જાહેરમાં ફેંકતા વિવાદ થયો - Surat News - SURAT NEWS
Published : Jun 19, 2024, 4:18 PM IST
સુરત: અસામાજિક તત્વો દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ કરાયો છે. સુરતના પાલ વિસ્તારમાં આવેલા વિવાન્તા મોલ પાસે મણિભદ્ર રેસીડેન્સી નજીક પશુનું કપાયેલું ગળું જાહેરમાં ફેંકતા ચકચાર મચી ગઈ છે. અસામાજિક તત્વોના કૃત્યથી જૈન સંપ્રદાયની લાગણી દુભાઈ છે. જૈન મુનિ દ્વારા પશુનું ગળું કાપનાર સામે કાર્યવાહીની માગ કરાઈ છે. પાવાગઢમાં હજુ ખંડિત મૂર્તિઓને લઈને આંદોલન શાંત પડ્યું નથી ત્યાં બીજી ઘટના બની છે. પાલ વિસ્તારમાં આવેલા મણિભદ્ર રેસિડેન્સીની બહાર પશુનું માથું કાપીને ફેંકી દેવાની ઘટના સામે આવતા ફરી એકવાર વિવાદ ઊભો થયો છે, જેને કારણે જૈન સમાજના મહારાજ તેમજ આસપાસના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા છે. જોકે, ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી છે.