ગુજરાત

gujarat

સુરત એરપોર્ટ પર પોલીસની સરાહનીય કામગીરી, સવા કલાક ફ્લાઇટ રોકીને ગોવા ભાગતો આરોપી ઝડપ્યો - Surat News

By ETV Bharat Gujarati Team

Published : Jul 2, 2024, 5:58 PM IST

Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

સુરતઃ વિદેશ ભાગી જવાનો પ્રયાસ કરી રહેલા રાયોટિંગ કેસના આરોપીને પકડવા માટે સુરત પોલીસે રન-વે પર પ્લેન રોકી દીધું હતું. આ ઘટના સુરતથી ગોવા જતી ઈન્ડિગો એરલાઈન્સની બપોરે 3:30 વાગ્યાની ફ્લાઈટમાં બની હતી. પોલીસના ઇમરજન્સી કોલના આધારે વિમાનને પાર્કિંગ વિસ્તારમાં પાછું લાવવામાં આવ્યું હતું. પોલીસે સિક્યુરિટી ગાર્ડ પર રાયોટિંગ અને મારામારી કરવા માટે વોન્ટેડ કિશન ગણપત પટેલને ઝડપી લીધો હતો. હજીરા પોલીસના જણાવ્યા મુજબ હજીરા ગામમાં અને એએમએનસ કંપનીનો જવા આવવાનો રસ્તો એક જ છે. જેથી ગામના લોકોની કંપનીના સિક્યુરિટી વચ્ચે રકઝક ચાલતી હતી. રવિવારે મોડી રાતે ગામવાસી અન ગાર્ડ વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા આખો મામલો બિચકાયો હતો. અંતે મોડી રાતના હજીરા પોલીસમાં મારામારી અને રાયોટિંગનો ગુનો નોંધાયો હતો. આ ગુનાનો એક આરોપી કિશન ગણપત પટેલ કે જે હજીરા ગામમાં રહેતો હોય અને એ ગામ છોડી ગોવા ભાગવા જઈ રહ્યો હતો. જેની જાણ હજીરા પોલીસના પીઆઇ વી.એલ. પરમારને થતા જ એમણે તરત સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના પોલીસનો સંપર્ક કર્યો હતો અને એ જ સમયે ઇન્ડિગોની ગોવાની ફ્લાઈટ ટેકઓફ થવા માટે રનવે પર પહોંચી ગઈ હતી.જેથી એરપોર્ટ પોલીસે તાત્કાલિક ઇન્ડિગો એરલાઇન્સના મેનેજરનો સંપર્ક કરીને તાકિદે ફ્લાઇટ રનવે પર જ રોકી દીધી હતી. 

ABOUT THE AUTHOR

...view details