ગુજરાત

gujarat

ETV Bharat / videos

બારડોલીનો હરિપુરા કોઝવે પાણીમાં ગરક થયો, સાવચેતી રૂપે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો - Surat Rainfall Update - SURAT RAINFALL UPDATE

By ETV Bharat Gujarati Team

Published : Aug 14, 2024, 9:23 AM IST

સુરત : ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવતા તાપી નદીમાં નવા નીર આવ્યા છે. તાપી નદી વહેતી થતા બારડોલીના હરિપુરા ગામે આવેલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. કોઝવે પર પાણી ફરી વળતા માંડવી તાલુકાના 12 થી 15 જેટલા ગામોનો બારડોલી અને કડોદ સાથેનો સીધો સંપર્ક કપાય ગયો છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને સાવચેતી રૂપે કોઝવેની બંને તરફ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તો બીજી તરફ સુરત શહેરમાં આવેલ કોઝવે પણ ઓવરફલો હોવાથી વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. ઉકાઈ ડેમની પૂર્ણતા સપાટી 345 ફૂટ છે, હાલ ડેમનું લેવલ 335 જાળવી રાખવા માટે ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને પગલે તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે. 

ABOUT THE AUTHOR

...view details