ગુજરાત

gujarat

ETV Bharat / videos

સુરતમાં 12 દિવસની બાળકીનું મોત નીપજ્યું, સ્તનપાન બાદ તબિયત લથડી હતી - Surat baby girl Death - SURAT BABY GIRL DEATH

By ETV Bharat Gujarati Team

Published : Aug 21, 2024, 8:59 AM IST

સુરત : પાંડેસરા વિસ્તારમાં રહેતા પરિવારની 12 દિવસ બાળકીને માતાએ સ્તનપાન બાદ સુવડાવી હતી. જોકે, બાળકીની તબિયત લથડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી, જ્યાં તેનું મોત થયું હતું. મૂળ ઉત્તરપ્રદેશના અયોધ્યાના વતની અને હાલ પાંડેસરા વિસ્તારમાં આવેલા હરિઓમનગરમાં રહેતી નેહા રવિ પાલને પ્રસૂતિની પીડા થતા સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. જ્યાં તેણીએ બાળકીને જન્મ આપ્યો હતો. ત્યારબાદ નેહાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. દરમિયાન સાંજે નેહાએ નવજાત બાળકીને સ્તનપાન કરાવી સુવડાવી હતી. જે બાદ બાળકીની તબિયત લથડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી, જ્યાં તેનું મોત થયું હતું. સ્તનપાન બાદ બાળકીની શ્વાસનળીમાં દૂધ જતું રહેતા મોત થયું હોવાનું લાગી રહ્યું છે. નવજાત બાળકીનું ગણતરીના દિવસોમાં જ મોત થતા પરિવાર શોકમાં ડૂબી ગયો છે. 

ABOUT THE AUTHOR

...view details