દારૂની હેરફેરનો નવો કિમીયો નાકામ, એમ્બ્યુલન્સમાં દારુ લઈ જતાં બુટલેગરને પોલીસે દબોચ્યો - Police seized foreign liquor
Published : Jul 6, 2024, 8:43 PM IST
સુરત: સમગ્ર ગુજરાતમાં દારૂબંધી છે, ત્યારે ગુજરાતમાં દારૂ ઘુસાડવા અને વેચાણ કરવા માટે બુટલેગરો અવનવા કિમીયા અપનાવતાં હોય છે. ત્યારે સરથાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી પોલીસ દ્વારા એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી કરતા એક વ્યકિતને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. જેનો પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે, ત્યારે સુરત શહેરમાંથી આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતમાં એમ્બ્યુલન્સની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનો પોલીસે પર્દાફાશ કર્યો છે. સરથાણા પોલીસે બાતમીના આધારે ચોરીછુપીથી એમ્બ્યુલન્સમાં લઇ જવાતો રૂ. 1.69 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. સમગ્ર મામલે પોલીસે આરોપી નરેશ બિશ્નોઈની ધરપકડ કરી છે, જ્યારે કિશન બિશ્નોઈ નામના આરોપીને વોન્ટેડ જાહેર તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. કડોદરા GIDC પોલીસે ટેમ્પોમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. ટેમ્પોમાં પેકિંગ કરેલા બોક્સમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસને જોઈને ટેમ્પો ચાલક ટેમ્પો મૂકીને ભાગી ગયો હતો. પોલીસે 11.41 લાખનો દારૂનો જથ્થો, ટેમ્પો સહિતનો મુદામાલ જપ્ત કરીને ટેમ્પો ચાલક કિશન બિશ્નોઇને વોન્ટેડ જાહેર કર્યો છે.