બાઈક સ્ટંટ કરતા શખ્સને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું, જુઓ વાયરલ વીડિયો - Bike stunt viral video - BIKE STUNT VIRAL VIDEO
Published : Jul 8, 2024, 8:07 PM IST
મોરબી : સોશિયલ મીડિયા પર બાઈક સ્ટંટ કરતા એક શખ્સનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં વાંકાનેર પંચાસીયા રોડ રાતીદેવરી ગામ પાસે આવેલ આહોઈ નદીના બ્રિજ પર એક બાઈકચાલક પોતાનું બાઈક પુરઝડપે અને બેફિકરાઈથી કાવા મારી સર્પાકારે ચલાવતો હતો. ઉપરાંત બાઈક પર ઉભા રહીને સ્ટંટ પણ કરતો હતો. જેથી મોરબી ટ્રાફિક શાખાની ટીમે તપાસ ચલાવી હતી. આ વીડિયો ચેક કરતા બાઈક GJ 03 HC 8736 હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે ઇ-ગુજ્કોપમાં સર્ચ કરી ડિટેઈલ મેળવી અને 21 વર્ષીય આરોપી સાગર અશોકભાઈ વરાણીયાને ઝડપી પાડ્યો હતો. આરોપીની પૂછપરછ કરતા તેણે ગુનાની કબૂલાત આપી હતી, જેથી વાંકાનેર સીટી પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદાનું ભાન કરાવ્યું હતું.