Sabarkantha: મહિલા જૂથોને સ્વ સહાય જૂથ અંતર્ગત 250 કરોડથી વધારેની સહાય વિવિધ યોજના અંતર્ગત વિતરિત કરાઈ
Published : Mar 7, 2024, 10:46 AM IST
સાબરકાંઠા: ગુજરાતમાં સ્વ સહાય જૂથ અંતર્ગત મહિલા જૂથોને 250 કરોડથી વધારેની સહાય વિવિધ યોજના અંતર્ગત વિતરિત કરાઈ હતી. જે અંતર્ગત સાબરકાંઠાના ઈડર ખાતે જિલ્લા વિકાસ અધિકારી સહિત પૂર્વ વિધાનસભા અધ્યક્ષ તેમજ સ્થાનિક ધારાસભ્ય વિશેષ હાજર રહી આ તકને બિરદાવી હતી. આ તબક્કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મહિલા શક્તિ કે નારી શક્તિને સન્માનિત કરવાના વિઝનની પણ રજૂઆત કરવામાં આવી હતી. રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા મહિલા શક્તિ માટે પણ વિશેષ પ્રયાસો હાથ ધરાયા છે, જે અંતર્ગત સ્વ સહાય જૂથોની આર્થિક રોજગારીની તક પૂરી પાડવા માટે નાના મોટા રોજગાર તેમજ બેંક દ્વારા લોન સ્વરૂપે વિશેષ સહયોગ કરાઈ રહ્યો છે. જેનો લાભ હવે છેવાડાના વ્યક્તિ સુધી પહોંચતો થયો છે. આજે મહિલા શક્તિને સન્માનિત કરવા સહિત વિવિધ જૂથ મંડળોને સન્માનિત કરાઈ હતી. આર્થિક રીતે સન્માનભેર જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ થકી મહિલાઓ પણ હવે પગભર થઈ રહી છે. જેથી આગામી સમયમાં સક્ષમ ગ્રામીણ વિકાસ શક્ય બનશે તે નક્કી છે.