ડે. મેયરે કાદવમાં પગ ન મૂકવા મુદ્દે વિપક્ષે અનોખો વિરોધ કર્યો, સભાખંડમાં ટેડીબિયર લઈને પહોંચ્યા - Surat News - SURAT NEWS
Published : Jul 31, 2024, 10:52 PM IST
સુરત : તાજેતરમાં ખાડી પૂર દરમિયાન નિરીક્ષણ કરવા આવેલા ડે. મેયર ફાયર જવાનના ખભે ચડી ગયા હતા. આ મુદ્દે ભારે વિવાદ થયા બાદ તેનો પડઘો આજે સામાન્ય સભામાં પણ પડ્યો હતો. ટેડીબેર પર ડે. મેયર નરેન્દ્ર પાટીલનો ફોટો લગાવી ખભે બેસાડી વિરોધ પક્ષના નેતાઓએ વિરોધ કર્યો હતો. જોકે, વિરોધ કરતા નેતાઓને SMC માર્શલો દ્વારા સભાખંડ બહાર અટકાવવામાં આવ્યા હતા. જેના કારણે ભારે હોબાળો થયો હતો. નરેન્દ્ર પાટીલના ફોટાવાળું ટેડીબેર માર્શલોએ કબ્જે લીધું હતું.
વિપક્ષના નેતા પાયલ સાકરીયાએ જણાવ્યું હતું કે, સુરત શહેરમાં પૂર આવ્યા, એમાં લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કર્યો હતો. એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો હતો. એ જ જગ્યા પર જો જનતાના અધિકારી આવા નાટક કરે તો તે પ્રતિનિધિને શોભે નહીં. આ ખૂબ નિંદનીય વાત છે. ડેપ્યુટી મેયરને આ શોભતું નથી.