નર્મદા પોલીસ દ્વારા દશેરાના દિવસે ગરબાનું આયોજન: 'આપણી દીકરી આપણે દ્વાર'ની થીમ પર રમઝટ - NAVRATRI 2024
Published : Oct 13, 2024, 12:16 PM IST
નર્મદા: રાજ્યભરમાં નવલી નવરાત્રિના 9 દિવસ પૂર્ણ થયા અને આ 9 દિવસ સુધી નર્મદા પોલીસે તમામ નર્મદા જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થામાં વ્યસ્ત રહ્યા હતા. અને અંતે દશેરાના દિવસે પોલીસે હળવાશ અનુભવી હતી. જ્યારે નવરાત્રિમાં મા શક્તિની આરાધના એટલે ગરબા માટે નર્મદા પોલીસ દ્વારા નર્મદાના જીતનગર હેડકોર્ટર ખાતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં જિલ્લાની તમામ પોલીસ દ્વારા ગરબાની રમઝટ બોલવામાં આવી હતી. નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે સહિત પીઆઇ, પીએસાઈ, કોસ્ટેબલ સહિત રાજપીપલા શહેરના લોકોએ મન મૂકીને ગરબાની રમઝટ બોલાવી હતી. તમને જણાવી દઈએ કે, નર્મદા જિલ્લા પોલીસ વડા દ્વારા આપણી દીકરી આપણે દ્વારની થીમ પર ગરબા યોજવામાં આવ્યા હતા.