મહેસાણામાં કોરોનાકાળના 2.5 વર્ષ બાદ નોંધાયો મ્યૂકર માઈકોસિસનો પ્રથમ કેસ - Corona Mucher Micosys
Published : Apr 9, 2024, 7:06 PM IST
મહેસાણાઃ કોરોના કાળ બાદ 2.5 વર્ષે મહેસાણામાં નોંધાયો મ્યૂકર માઈકોસિસનો પ્રથમ કેસ. મહેસાણાના 55 વર્ષના એક આધેડને મ્યૂકર માઈકોસિસ થતાં હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. કોરોના કાળના અઢી વર્ષ બાદ મહેસાણામાં મ્યૂકર માઈકોસિસનો કેસ જોવા મળતા ફરીથી કોરોના કાળની યાદ આવી ગઈ છે. ખારા ગામના 55 વર્ષીય આધેડને નાકમાં ફંગસ થતા અમદાવાદ ખાનગી હોસ્પિટલ માં સારવાર કરાવી હતી. અમદાવાદમાં તેમની પર 3 સર્જરીઓ પણ કરાઈ હતી. જો કે સારવારનો ખર્ચ ધીમે ધીમે વધવા લાગતા દર્દીને મહેસાણા સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અહીં આ દર્દી માટે આઈસોલેશન વોર્ડ પણ ઊભો કરાયો છે. 3 ડૉક્ટર્સની ટીમ આ દર્દીનું મોનિટરિંગ કરી રહી છે . આ દર્દી માટે રૂ.3000ના એક એવા 50 જેટલા ઈન્જેક્શન ભાવગનરથી સરકારી ક્વોટામાં મંગાવી દર્દીની સારવાર કરવામાં આવી રહી છે.
ખારા ગામના 55 વર્ષીય આધેડને નાકમાં ફંગસ થતા અમદાવાદ ખાનગી હોસ્પિટલ માં સારવાર કરાવી હતી. અમદાવાદમાં તેમની પર 3 સર્જરીઓ પણ કરાઈ હતી. ત્યારબાદ દર્દીને મહેસાણા સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અહીં આ દર્દી માટે આઈસોલેશન વોર્ડ પણ ઊભો કરાયો છે. 3 ડૉક્ટર્સની ટીમ આ દર્દીનું મોનિટરિંગ કરી રહી છે. આ દર્દી માટે રૂ.3000ના એક એવા 50 જેટલા ઈન્જેક્શન ભાવગનરથી સરકારી ક્વોટામાં મંગાવી દર્દીની સારવાર કરવામાં આવી રહી છે...વિશાલ ચૌધરી(એડમિન આસિસ્ટન્ટ, સિવિલ હોસ્પિટલ, મહેસાણા)