નવસારી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી - rain in navsari - RAIN IN NAVSARI
Published : Jun 30, 2024, 1:39 PM IST
નવસારી: જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે ત્યારે નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા તેમજ શાકભાજી માર્કેટમાં પણ પાણી ભરાયા હતા. શાક માર્કેટમાં પાણી ભરાતા શાકભાજી લેવા આવતા લોકો અને શાકભાજી વિક્ર્તાઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ગણદેવી, ખેરગામ, વાસદા, ચીખલી જલાલપોર તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેને લઇને વાવણીની શરૂઆત થઈ છે. શહેરના વિસ્તારો વેજલપુર અને શહેરના પાલિકા શાકભાજી માર્કેટ વિસ્તારમાં પહેલા વરસાદે જ પાણી ભરાવાના બનાવો બનતા લોકોની સમસ્યામાં વધારો થયો છે. નવસારીમાં વહેલી સવારે 6 થી બપોરે 12 દરમિયાન નવસારીમાં 45 MM, જલાલપોરમાં 44 MM, ગણદેવીમાં 41 MM, ચીખલીમાં 24 MM, વાંસદામાં 31 MM, ખેરગામમાં 74 MM વરસાદ નોંધાયો છે. ત્યારે વાત કરીએ જિલ્લામાંથી પસાર થતી નદીઓની સપાટીની તેમાં પૂર્ણા 10 ફૂટ અને 23 ફૂટ ભયજનક સપાટીએ, અંબિકા 10.33 ફૂટ અને 28 ફૂટ ભયજનક સપાટીએ તેમજ કાવેરી 08 ફૂટ અને 19 ફૂટ ભયજનક સપાટીએ છે. નવસારી જિલ્લામાં જૂજ ડેમ 151.55 ક્યુસેક અને ઓવર ફલૉ 167.50 ક્યુસેક છે અને કિલિયા 99.60 ક્યુુસેક સપાટીએ છે અને ઓવર ફલૉ 113.40 ક્યુસેક છે.