ગુજરાત

gujarat

ETV Bharat / videos

ઉંઝા ઉમિયા માતાજી મંદિરમાં મહેંદી ઉત્સવ યોજાયો, 2000 થી વધુ બહેનો જોડાઈ - Umiya Mataji temple - UMIYA MATAJI TEMPLE

By ETV Bharat Gujarati Team

Published : Sep 10, 2024, 3:43 PM IST

મહેસાણા : ઉંઝા ખાતે માં ઉમિયાના 1868 માં પ્રાગટય દિવસ નિમિત્તે 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર દરમિયાન ધજા મહોત્સવનું આયોજન કરાયું છે. મહોત્સવ પૂર્વે માં ઉમાના સાનિધ્યમાં મહેંદી રસમ ઉત્સવનું આયોજન કરાયું હતું. ઉંઝાના માં ઉમિયા માતાજી મંદિર ખાતે ભવ્ય ધજા મહોત્સવ પ્રારંભ થનાર છે. માં ઉમાના 1868 માં પ્રાગટય દિવસ નિમિત્તે ધજા મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે. ઊંઝા સ્થિત જગત જનનની માં ઉમાના આંગણે ધજા મહોત્સવ ઉજવણી કરવા માટે તડામાર તૈયારીઓ કરાઈ છે. 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર દરમિયાન ધજા મહોત્સવ યોજાશે. મહોત્સવ પૂર્વે માં ઉમાંના સાનિધ્યમાં મહેંદી રસમ ઉત્સવનું આયોજન કરાયું હતું. ઊંઝા ઉમિયા માતાજી મંદિર પરિસર ખાતે મહેંદી રસમનું આયોજન કરાયું હતું. મહેંદી રસમ ઉત્સવમાં 1500 થી 2000 બહેનો જોડાઈ હતી. જેમાં અંદાજે 2000 થી વધુ મહેંદી કોનનો ઉપયોગ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details