કચ્છ કલેકટરે પોતાના મતાધિકારનો કર્યો ઉપયોગ, કચ્છવાસીઓને મત આપવાની કરી અપીલ - lok sabha election 2024 - LOK SABHA ELECTION 2024
Published : May 7, 2024, 6:51 PM IST
કચ્છ: આજે 7 મેંના રોજ ચૂટણીના દિવસે કચ્છ જીલ્લામાં મતદાન કરવા માટે લાંબી કતારો જોવા મળી હતી.અને લોકોએ ઉત્સાહભેર મત આપીને ચૂંટણીના મહાપર્વને ઉજવ્યો હતો.આજ રોજ કચ્છના કલેકટર અમિત અરોરાએ ભુજની ઓલ્ફ્રેડ હાઇસ્કુલ ખાતે મતદાન કર્યુ હતું.અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી કચ્છવાસીઓને મતદાન કરવા અપીલ માટેની અપીલ અમિત અરોરાએ કરી હતી.કચ્છ લોકસભા બેઠક પર આ વખતે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જંગ જામી છે.આ દરમિયાન લોકોને હેરાનગતિ ના થાય માટે પોલીંગ બુથ પર પોલીસનો ચુુુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. કચ્છના કલેકટર અમિત અરોરાએ ભુજની ઓલ્ફ્રેડ હાઇસ્કુલ ખાતે મતદાન કરીને મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને પહેલા મતદાન પછી બધા કામ એવો સંદેશો કલેકટરે આપ્યો હતો.