ગુજરાત

gujarat

ETV Bharat / videos

સુરત જળબંબાકાર: પહેલા વરસાદમાં જ મનપાની પ્રીમોન્સુનની કામગીરી ધોવાઈ - Heavy rain in surat

By ETV Bharat Gujarati Team

Published : Jun 30, 2024, 4:24 PM IST

સુરત: શહેરમાં મેધરાજા એકસાથે વરસી રહ્યા છે. વેડ રોડ ખાતે વરસાદી પાણી રસ્તા ઉપર ફરી વળ્યા છે. ઠેર ઠેર રસ્તાઓ પર પાણીમાં થયા ગરકાવ થવાથી લોકોની હાલાકીમાં વધારો થયો છે. સુરત મહાનગરપાલિકાની પ્રિમોન્સૂનની પોલ ઉઘાડી પડી છે. તંત્રના તમામ દાવાઓ પોકળ સાબિત થયા હોય તેવું લાગી રહયું છે. સુરતના વેડ રોડ વિસ્તાર બેટમાં ફેરવાયો છે અને પાણી ભરાતા જ લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. નાના-નાના બાળકો રસ્તા ઉપર ભરાયેલ વરસાદી પાણીની મજા માળતા નજરે આવ્યા છે. સુરતના કીમ ચારરસ્તા નજીક ફીરદોશ શોપિંગ સેન્ટરમાં ખૂબ જ પાણી ભરાઈ ગયું છે. આ ઉપરાંત કામરેજ તાલુકામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. કામરેજ નેશનલ હાઇવે 48 ના સર્વિસ રોડ પર ફરી પાણી ભરાયા છે. ગત ચોમાસા બાદ હાલ થોડો સમય પહેલા કરોડોના ખર્ચે ગટર બનાવવામાં આવી હતી, જોકે ફરીથી પાણી ભરાતા કામગીરી પર લોકોને આશંકા થઈ રહી છે. સર્વિસ રોડ પર પાણી ભરાતા સર્વિસ રોડ બંધ કરવો પડે તેવી સ્થિતિ સર્જાઇ છે.  

તંત્ર દ્વારા કોઈ કામગીરી નહીં: પહેલા વરસાદમાં જ પાણી ભરાતા લોકોમાં રોષ જોવા મળ્યો. શોપિંગ સેન્ટરમાં ખરીદી કરવા આવતા લોકોને ભારે હાલાકી થઈ રહી છે. લોકોએ તંત્ર તરફ આંગળી ચીંધતા પ્રિ મોન્સુનની કામગીરી યોગ્ય થઈ નથી તેવું જણાવ્યું છે. જોકે બે કલાકનો સમય વીત્યા બાદ પણ અહીં એક પણ SMCનો કર્મચારી જોવા મળ્યો નથી. પાણીનો નિકાલ ન થતા વાહન ચાલકોને ભારે હાલાકી થઈ રહી છે.

ABOUT THE AUTHOR

...view details