ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર પાટીલે સુરતમાં કરી યોગ દિવસની ઉજવણી - international yoga day 2024
Published : Jun 21, 2024, 1:16 PM IST
સુરત: આજે વિશ્વ યોગ દિવસ છે.સમગ્ર દેશ સહિત ગુજરાત રાજ્યમાં ઠેર ઠેર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે સુરતના ચોક બજાર કિલ્લા ખાતે કેન્દ્રીય મંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલની અધ્યક્ષતામાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સુરતના સાંસદ મુકેશ દલાલ,સામાજિક,રાજકીય આગેવાનો અને વિધાર્થીઓએ અલગ-અલગ યોગા કર્યા હતા. હાજર આગેવાનોએ વિદ્યાર્થીઓને યોગથી થતાં લાભ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. ઉલ્લેખનીય છેકે યોગ દિવસને લઇને સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી. મહત્વપૂર્ણ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુનાઇટેડ નેશન્સની મહાસભામાં વર્ષ ૨૦૧૪માં ૨૧ મી જૂનને 'આંતરાષ્ટ્રીય યોગ દિવસ' તરીકે મનાવવા માટે પ્રસ્તાવ મૂક્યો અને યુનાઇટેડ નેશન્સની મહાસભાએ આ પ્રસ્તાવનો સ્વીકાર કરી, 21 મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો હતો અને ત્યારથી દેશ-વિદેશમાં દર વર્ષે 21મી જુને વિશ્વ યોગ દિવસ ઉજવાઈ છે.