"5 લાખ આપો'ને હોટલ સીલ ખોલાવો" હોટલ સંચાલકોએ કર્યો ગંભીર આક્ષેપ - Rajkot News
Published : Jul 11, 2024, 6:55 AM IST
રાજકોટ : રાજકોટ અગ્નિકાંડ બાદ ફાયર NOC અને સેફ્ટી મામલે સીલીંગની કાર્યવાહી મામલે રાજકોટ મનપાના અધિકારીઓ પર ગંભીર આક્ષેપ થયા છે. હોટલ સંચાલકોએ પત્રકાર પરિષદ કરી RMC પૂર્વ કર્મચારી અને મહિલા કન્સલ્ટન્ટ અમિષા વૈદ્ય ઉપર પૈસા પડાવવાનો આરોપ લગાવ્યો હતો. હોટલ સંચાલકો અનુસાર 5 લાખ રૂપિયા લઇને RMC એ કરેલા સીલ ખોલી દેવામાં આવ્યા હતા. પૈસા પડાવવાના આરોપને લઈને અમીશા વૈધે જણાવ્યું કે, હું રાજકોટ મહાનગરપાલિકાના મિશન મંગલમ પ્રોજેક્ટમાં ટીમ લીડર રહી હતી. 2016 માં રાજીનામું આપ્યું છે અને હવે કન્સલ્ટિંગ સેવા આપું છું. મારી પાસે અલગ અલગ અરજીઓ આવી હતી, જે પૈકી કેટલીક અરજીઓનું ટેમ્પરરી સીલ ખોલવા મેં અરજી કરી હતી. પૈસા લીધાની વાત ખોટી છે. રાજકોટના કેટલાક હોટેલ અને રેસ્ટોરન્ટના સીલ ખુલ્યા હતા, જેના મેં ફોટો પાડ્યા હતા. મારા પર પ્રેશર લાવવામાં આવ્યું છે કે તમે આ મામલો મોટો ન કરો. ત્રણ રેસ્ટોરન્ટ ચાલુ હતી અને મેં તેનો વિરોધ કર્યો હતો. મેં કોઈ પણ વ્યક્તિ પાસેથી સીલ ખોલાવવા માટે પૈસા નથી લીધા.