તાપીમાં વૃક્ષારોપણ કાર્યક્રમ, SRP સહિત ભરતીમાં અગ્નિવીરોને પ્રાધાન્ય અંગે ગૃહપ્રધાને પ્રતિક્રિયા આપી... - Agniveer reservation - AGNIVEER RESERVATION
Published : Jul 27, 2024, 4:09 PM IST
તાપી : સોનગઢ ખાતે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે, SRP સહિત ભરતીમાં અગ્નિવીરોને પ્રાધાન્ય આપવામાં આવશે. આ અંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ટ્વિટ કરીને માહિતી આપવામાં આવી હતી. જેમાં તેમને જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં G.R. બહાર પાડવામાં આવશે. સાથે રાજ્યમાં SRP અને અન્ય ફોર્સમાં અગ્નિવીરો માટે જગ્યા રાખવામાં આવશે. હું મુખ્યમંત્રીનો રાજ્યના યુવાનો વતી આભાર માનું છું. તાપી જિલ્લાના સોનગઢ ખાતે આયોજિત આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો સ્વયંભૂ હાજર રહ્યા હતા. આ તકે ખુલ્લા વિસ્તારમાં મોટી સંખ્યામાં રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું.