Gujarat Assembly : સોમનાથને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા માંગ, ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કરી રજૂઆત - ધારાસભ્ય વિમલ ચુડાસમા
Published : Feb 29, 2024, 5:33 PM IST
ગાંધીનગર : કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ મહાદેવ નગરી સોમનાથને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા રજૂઆત કરી છે. વિમલ ચુડાસમાએ કહ્યું કે, સોમનાથ, વેરાવળ, પાટણ અને ભીડીયાને સંયુક્ત રીતે મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે. આ માંગણીને લઈને ગત 22 ફેબ્રુઆરીના રોજ વિમલ ચુડાસમાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો.
ધારાસભ્ય વિમલ ચુડાસમાએ જણાવ્યું કે, નગરપાલિકામાં પૂરતી સુવિધા મળતી નથી. જગવિખ્યાત સોમનાથ દાદાના મંદિરની પાછળ જાહેર રસ્તા ઉપર ગટરો ઉભરાય છે. મંદિરે દર્શન કરવા આવતા દર્શનાર્થીઓને ગટરના પાણીમાંથી થઈને દર્શન કરવા જવાનું આવે છે. આ વિસ્તારમાં આવેલા ભલપરા ગામમાં અંદાજે 25 હજાર વસ્તી છે. તે ઉપરાંત કસારાની કાદી વિસ્તાર ગ્રામ પંચાયત અને નગરપાલિકામાં નથી આવતું. અગાઉ પોરબંદર અને નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો છે. આ અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલને રજુઆત કરી હતી. તેમણે મને વહેલી તકે કામગીરી કરવા માટે ખાતરી આપી છે.