કોલકાત્તા ડોક્ટર દુષ્કર્મ અને હત્યાની ઘટનાનો સાંબરકાંઠામાં વિરોધ, ડોકટરોએ રેલી યોજી સુત્રોચ્ચાર કર્યા - Doctors held rally in Sambarkantha - DOCTORS HELD RALLY IN SAMBARKANTHA
Published : Aug 18, 2024, 1:02 PM IST
સાબરકાંઠા: કર્ણાટકમાં ટ્રેઈની તબીબ પર ગુજારવામાં આવેલ દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં સમગ્ર ભારતમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. ત્યારે ગઈ કાલે આઈએમએ દ્રારા તબીબી સેવા બંધ અને રેલી સહિત સુત્રોચ્ચારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સાબરકાંઠા જીલ્લાની મુખ્ય જીએમઈઆરએસ સિવિલથી રેલી યોજવામાં આવી હતી. અને વિવિધ સુત્રોચ્ચાર સાથે જીલ્લાના તમામ તબીબો જોડાયા હતા. તેમજ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. આ દુષ્કર્મ અને હત્યાની ઘટનામાં સંડોવાયેલ આરોપીઓને સખ્તમાં સખ્ત સજા મળે અને દિકરીને યોગ્ય ન્યાય મળે તે માટે વિરોધ પ્રદર્શન યોજાયુ હતુ. જેમાં જીલ્લાના તમામ તબીબો અને મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા. જે રેલી ગઢોડા રોડ થી શરૂ થઈ મેડિકલ કોલેજના તમામ કેમ્પસમાં ફરી મુખ્ય ગેટ આગળ પુર્ણ થઈ હતી. ખાસ કરીને ડોક્ટરો માટે સરકાર યોગ્ય કાયદો લાવે અને દિકરીઓ સહિત મહિલા ડોક્ટરોને સુરક્ષા મળી રહે તે આશયથી અને આરોપીઓને આકરી સજા મળે તે માંગ સાથે રેલી યોજાઈ હતી.