દ્વારકામાં ધામધૂમથી ઉજવાયો ફુલડોલ ઉત્સવ, દ્વારકાધીશ મંદિર પર અબીલ ગુલાલનો વરસાદ - Holi 2024 - HOLI 2024
Published : Mar 25, 2024, 9:10 PM IST
દેવભૂમિ દ્વારકાઃ ભગવાન દ્વારકાધીશની નગરી દ્વારકામાં ફુલડોલ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેના પગલે અબીલ ગુલાલથી દ્વારકાધીશ મંદિર રંગાઈ ગયું હતું. દ્વારકામાં આજે ભક્તિભાવ સાથે ભક્તોએ દ્વારકાધીશ સંગ અબીલ ગુલાલના રંગો સાથે ફુલડોલ ઉત્સવની ઉજવણી કરી હતી. જેના માટે મોટી સંખ્યામાં ભાવિકો દ્વારકા આવી પહોંચ્યા હતા. પૂજારી પરિવાર સાથે દ્વારકાધીશ મંદિરમાં આજે રંગોની રમઝટ બોલાવાઈ હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ભક્તો દ્વારકાધીશ સંગ રંગે રમ્યા હતાં, જ્યારે પૂજારી પરિવાર દ્વારા આરતી સાથે ફુલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પોલીસ કર્મચારીઓએ પણ એક બીજાને રંગ લગાવીને ફુલડોલ ઉત્સવની ઉજવણી કરી હતી. જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ કર્મચારીઓએ રંગે રમીને ફુલડોલ ઉત્સવની ઉજવણી કરી હતી. બીજી તરફ દ્વારકાની બજારોમાં પણ સ્થાનિકોએ ડીજેના તાલ સાથે ફુલડોલ ઉત્સવની ઉજવણીમાં વ્યસ્ત દેખાયા હતાં.