અમદાવાદના નારણપુરમાં ઘરફોડ ચોરીનો મામલો, 24 લાખની ચોરી કરનાર 2 આરોપી ઝડપાયા - Ahmedabad Crime - AHMEDABAD CRIME
Published : Jun 5, 2024, 8:17 PM IST
અમદાવાદ : શહેરના હાઈ પ્રોફાઈલ એવા નારણપુરા વિસ્તારમાં 3 લોકોએ મળીને ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો, આયોજનબદ્ધ રીતે રુ. 24.95 લાખની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. જે બાબતે નારણપુરા પોલીસને ફરિયાદ મળતા ઝોન 1 LCB ટીમે કુલ 3 માંથી 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. તેમજ રુ. 15.99 લાખ જેટલો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, ચોરી કરનાર આરોપી મુખ્ય સૂત્રધાર વિજય ઉર્ફે સંદિપ ડાહ્યાભાઈ મકવાણા અને ચતુરસિંગના વિરુદ્ધ અગાઉ અમદાવાદ શહેરના સરખેજ કાલુપુર, એલિસબ્રિજ, કાગડાપીઠ, સેટેલાઈટ, કારંજ, દાણીલીમડા, નવરંગપુરા, મણીનગર અને ગુજરાત યુનિવર્સિટી સહિતના પોલીસ સ્ટેશનમાં કુલ 17 થી વધુ ગુના નોંધાયેલા છે. આ તમામ ગુનાઓ અંગે તપાસ કરવામાં આવી રહી છે. જોકે હાલ આ ઘટનામાં સંડોવાયેલા વધુ એક આરોપીને ઝડપી પાડવા તથા બાકીનો મુદ્દામાલ રિકવર કરવા પોલીસ ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.