Bharat Jodo Nyay Yatra: રાહુલ ગાંધીએ રાજપીપળામાં હરસિદ્ધિ માતા મંદિરે દર્શન કર્યા - Bharat Jodo Nyay Yatra
Published : Mar 9, 2024, 5:14 PM IST
નર્મદાઃ કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શરુ કરેલ ભારત જોડો ન્યાય યાત્રા નર્મદાના રાજપીપળામાં પ્રવેશી હતી. રાજપીપળામાં રાહુલ ગાંધીએ ગાંધીચોકથી આંબેડકરચોક સુધી 2 કિમી ચાલીને પદયાત્રા કરી હતી. રાજપીપલા શહેરમાં આવેલ 423 વર્ષ પૌરાણિક હરસિધ્ધિ માતાના મંદિરમાં રાહુલ ગાંધીએ ખાસ પૂજા અર્ચના કરીને આશીર્વાદ મેળવ્યા હતા.
હરસિદ્ધિ મંદિરની માન્યતાઃ રાજપીપળામાં આવેલા હરસિધ્ધિ મંદિર સાથે રાજકારણીય વાયકા જોડાયેલ છે. જે નેતા આ મંદિરે દર્શન કરે તેની સત્તા જતી રહે છે. જો કે 2009માં નરેન્દ્ર મોદીએ આ મંદિરના દર્શન કર્યા અને મુખ્યપ્રધાન પણ બન્યા હતા. આ મંદિરમાં નરેન્દ્ર મોદી બાદ બીજા દિગ્ગજ નેતા રાહુલ ગાંધી આવ્યા અને દર્શન કર્યા હતા.
ઝેડ પ્લસ સુરક્ષાઃ રાહુલ ગાંધીને ઝેડ પ્લસ સુરક્ષા હોવાથી નર્મદા પોલીસે સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી હતી. ભારત જોડો ન્યાય યાત્રા નર્મદા જિલ્લામાંથી બપોરે 2 વાગ્યા બાદ નેત્રંગ જવા રવાના થઈ હતી.
જે નેતા આ મંદિરે દર્શન કરે તેની સત્તા જતી રહે છે. જો કે 2009માં નરેન્દ્ર મોદીએ આ મંદિરના દર્શન કર્યા અને મુખ્યપ્રધાન પણ બન્યા હતા. આ મંદિરમાં નરેન્દ્ર મોદી બાદ બીજા દિગ્ગજ નેતા રાહુલ ગાંધી આવ્યા અને દર્શન કર્યા હતા. રાહુલ ગાંધીએ માતાજીને નારિયેળ અને ચૂંદડી ચડાવ્યા હતા...ધવલ ભટ્ટ(પૂજારી, હરસિધ્ધિ માતા મંદિર, રાજપીપળા)