અમરેલી: પાલિકાના પૂર્વ પ્રમુખ પાસેથી 25 લાખની ખંડણી માગવાના આરોપમાં ઈ-પેપરના માલિકની ધરપકડ - EXTORTION FROM MUNICIPAL PRESIDENT
Published : Nov 22, 2024, 4:08 PM IST
અમરેલી: જિલ્લાના સાવરકુંડલા ખાતે પાલિકાના પૂર્વ પ્રમુખ પાસેથી 25 લાખની ખંડણી માગવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો સાપ્તાહિક ઈ-પેપરના પત્રકાર પર આક્ષેપ થયો હતો. આથી સાવરકુંડલા ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ હતી. જે બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. અશરફ કુરેશી ઉર્ફે ચીંગારી રફતાર નામનો વ્યક્તિ ઈ-પેપર ચલાવે છે. આજથી દોઢેક વર્ષ પહેલાં સાવરકુંડલા પાલિકાના પૂર્વ પ્રમુખ રાજુ દોશી પાસે આ વ્યક્તિએ 25 લાખની ખંડણી માંગી હતી. દોઢ મહીંના પહેલા પણ ફરી 10 લાખ આપવાની માંગ કરી હતી. જો આમ ન કરે તો રાજુ દોશી અને તેમના પત્ની જેઓ બન્ને પાલિકાના પૂર્વ પ્રમુખ પદે રહી ચૂક્યા છે તેમના વિશે ઈ-પેપરમાં પોસ્ટ મૂકી બદનામ કરવાની ધમકી આપી હતી. આ મુદ્દે સાવરકુંડલા પોલીસ મથકમાં નોંધાઇ હતી. જે બાદ પોલીસે અશરફ ઉર્ફે ચિંગારી સામે પોલીસ ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી હતી.