ગુજરાત

gujarat

ETV Bharat / videos

કડીમાંથી શંકાસ્પદ સરકારી અનાજનો રૂ. 38 લાખનો જથ્થો સીઝ કરાયો - Govt food grains quantity seized - GOVT FOOD GRAINS QUANTITY SEIZED

By ETV Bharat Gujarati Team

Published : Jul 21, 2024, 8:10 PM IST

મહેસાણા: કડીમાંથી રૂ. 38 લાખની કિંમતનો શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો પુરવઠા વિભાગ દ્વારા સીઝ કરવામાં આવ્યો છે. 3 દિવસ અગાઉ પોલીસ દ્વારા રેડ કરીને આ અનાજનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. કડીમાંથી 3 ગોડાઉનમાંથી શંકાસ્પદ અનાજનો જથ્થો મળતા પોલીસ બાદ હવે પુરવઠા વિભાગે કાર્યવાહી શરૂ કરી છે. કડીના બૂડાસન નજીક GIDCના ગોડાઉનમાંથી 3 દિવસ અગાઉ શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો મળ્યો હતો. કડી પોલીસ દ્વારા રેડ કરી જથ્થો સીઝ કરાયો હતો. ત્યારે હવે પુરવઠા વિભાગે જથ્થાની ગણતરી કરી સેમ્પલ લીધા છે. જેમાં 580 બોરી ઘઉં , 1645 બોરી ચોખા, 75 બોરી બાજરી, 30 બોરી જુવારમાં મળ્યું છે. પુરવઠા વિભાગે કુલ રૂ.38,33,435 લાખનો કુલ 2330 બોરી અનાજ પકડી સીઝ કરાયું છે. અનાજના સેમ્પલ લઈને તપાસ માટે મોકલી કાર્યવાહી શરૂ કરાઇ છે. સમગ્ર મામલે અનાજ સરકારી છે કે નહિ સેમ્પલ ના રિપોર્ટ વાળ માલૂમ પડશે. 

ABOUT THE AUTHOR

...view details