ગુજરાત

gujarat

ETV Bharat / videos

રાહુલ ગાંધીએ સંસદમાં હિન્દુ શબ્દને ટાંકીને કહેલ નિવેદન અંગે સિંગણપોર પોલીસ મથકે અરજી ફરિયાદ નોંધાઈ - Complaint against Rahul Gandhi

By ETV Bharat Gujarati Team

Published : Jul 3, 2024, 8:16 PM IST

સુરત: વિપક્ષના નેતા રાહુલ ગાંધીના ભાષણને લઈને હંગામો થઈ રહ્યો છે. ભાજપ અને હિંદુ સંગઠનો કોંગ્રેસ નેતા પર શાબ્દિક પ્રહારો કરી રહ્યા છે, અને તેમને માફી માંગવા માટે કહી રહ્યા છે. દરમિયાન સુરતમાં આ મામલો પોલીસ સુધી પહોંચ્યો છે.ભાજપના કાર્યકર મુકેશ ગુજરાતીએ પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે.રાહુલ ગાંધી સામે સિંગણપોર પોલીસ સ્ટેશનમાં અરજી કરી ફરિયાદ કરવામાં આવી છે.

રાહુલ ગાંધી વિરુદ્ધ અરજી: સંસદમાં રાહુલ ગાંધી દ્વારા હિન્દુઓને હિંસક ગણાવવામાં આવ્યા હોવાની વાતને સામે મૂકી અરજીનો સિલસિલો સુરત શહેરમાં શરૂ થયો છે. સિંગણપોર પોલીસ સ્ટેશનમાં મુકેશ ગુજરાતી નામના વ્યક્તિએ અરજી કરી છે. અરજીમાં રાહુલ ગાંધી દ્વારા જે નિવેદન કરવામાં આવ્યું છે તેનાથી હિન્દુ ધર્મ સાથે જોડાયેલા લોકોની લાગણી દુભાઇ છે. અરજીમાં રાહુલ ગાંધી સામે ફરિયાદ નોંધવામાં આવે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉમરા પોલીસ સ્ટેશન બાદ સિંગણપોર પોલીસ સ્ટેશનમાં રાહુલ ગાંધી વિરુદ્ધ અરજી આપવામાં આવી છે.

દેશની શાંતિ ડહોળવાનો પ્રયાસ: અરજી કરનાર મુકેશ ગુજરાતીએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે, "તેને કારણે દેશના તમામ હિન્દુઓની લાગણી દુભાઇ છે. હિન્દુ ધર્મને ટાર્ગેટ કરીને આ પ્રકારના નિવેદન આપવામાં આવ્યા છે. ભૂતકાળમાં પણ હિન્દુ આતંકવાદી હોવાની વાત તેમના પક્ષ દ્વારા કરવામાં આવી હતી. અત્યારે પણ હિન્દુઓને હિંસક કહેવામાં આવ્યા છે. આ પ્રકારનું નિવેદન રાહુલ ગાંધી દ્વારા કરવું યોગ્ય નથી. જેથી સિંગણપોર પોલીસ સ્ટેશનમાં વિપક્ષનેતા રાહુલ ગાંધીની સામે FIR દાખલ કરવા માટે અરજી કરી છે."

ABOUT THE AUTHOR

...view details