મશરૂમની ખેતીમાં 75 મીટર લાંબા અને 55 મીટર પહોળા ગ્રીન હાઉસનો ઉપયોગ કરવામાં આવ્યો (Etv Bharat Gujarat) જુનાગઢ:જિલ્લાના વંથલી તાલુકાના થાણાપીપળી ગામના યુવાન અને પ્રગતિશીલ ખેડૂત જતીન સોલંકીએ સફળતાપૂર્વક મશરૂમની ખેતી કરીને ખેતીના ક્ષેત્રમાં સિદ્ધિ હાસલ કરી છે. આ પ્રકારની મશરૂમની ખેતી જિલ્લામાં પ્રથમ વખત કરવામાં આવી છે. જતીન ભારતના અન્ય રાજ્યો અને વિદેશમાં મશરૂમની નિકાસ કરીને સારું હૂંડિયામણ પણ મેળવી રહ્યો છે.
જુનાગઢ જિલ્લાનો યુવાન અને પ્રગતિશીલ ખેડૂત સારો ઉધ્યોગપતિ તરીકે ઊભરી આવ્યો છે (Etv Bharat Gujarat) જૂનાગઢના પ્રગતિશીલ ખેડૂતે મશરૂમનું કર્યું ઉત્પાદન:જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના થાણાપીપળી ગામના યુવાન અને પ્રગતિશીલ ખેડૂત જતીન સોલંકીએ જુનાગઢ જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત ગ્રીન હાઉસમાં સફળતાપૂર્વક મશરૂમની ખેતી કરીને ખેતી ક્ષેત્રમાં મશરૂમનું ઉત્પાદન પ્રાપ્ત કરવાની સિધ્ધિ મેળવી છે. ગ્રીન હાઉસમાં ઉત્પાદિત કરેલ મશરૂમ ભારતના અન્ય રાજ્યો અને વિદેશમાં પાવડર સ્વરૂપે મોકલીવામાં આવી રહ્યો છે. પરિણામે જતીનને સારો એવો આર્થિક લાભ પણ મળી રહ્યો છે. જતીને આ પ્રકારની ખેતી કરી જિલ્લા અને રાજ્યના અન્ય ખેડૂતોને પણ આ જ પ્રકારે વિવિધતા ભરી ખેતી કરી ખૂબ સારું આર્થિક હૂંડિયામણ મેળવી શકાય છે તેનું દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે.
મશરૂમની ખેતીની પહેલ સંપૂર્ણ જિલ્લામાં જાણીતી બની (Etv Bharat Gujarat) સોયાબીન ચોખાની પરાડ અને ઘઉંના ઘુવારનો ઉપયોગ:જતીન સોલંકીએ ગ્રીન હાઉસમાં ચોખાની પરાડ ઘઉંનો ઘુવાર અને સોયાબીનને એક પ્લાસ્ટિકની બેગમાં પેક કરીને તેમાં મશરૂમના બીજનું રોપણ કરી ઓઇસ્ટર નામના મશરૂમનું ઉત્પાદન શરૂ કર્યું છે. જેમાં 75 મીટર લાંબા અને 55 મીટર પહોળા ગ્રીન હાઉસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ગ્રીન હાઉસમાં વર્ટિકલ એટલે કે જમીનને લંબ સ્થિતિમાં પરાડ ભરેલી થેલીને લટકાવવામાં આવે છે. જેમાં સતત ભેજનું પ્રમાણ જળવાઈ રહે તે માટે ફોગિંગની વ્યવસ્થા પણ કરી છે. આ તમામ પ્રક્રિયા અને તૈયારીઓ પાછળ 8,00,000 નો ખર્ચ થયો છે.ઉપરાંત આટલા ખર્ચમાં મશરૂમનું ઉત્પાદન થઈ શકે તે માટે 5250 જેટલી બેગો રાખવાની વ્યવસ્થા પણ કરી છે.
જૂનાગઢનો જતીન મશરૂમની ખેતી કરી તેને સંપૂર્ણ ભારત તેમજ વિદેશમાં પણ નિકાસ કરે છે (Etv Bharat Gujarat) એક બેગ પાછળ અંદાજિત 35 રૂપિયાનો ખર્ચ: મશરૂમના ઉત્પાદન માટે જે બેગ તૈયાર કરવામાં આવે છે તેની પાછળ અંદાજિત 35 રૂપિયાનો ખર્ચ થાય છે. ગુજરાતમાં મશરૂમનો સીધો ઉપયોગ હજુ સુધી પ્રચલિત બન્યો નથી જેને કારણે તાજું મશરૂમ ગુજરાતમાં ઉત્પાદિત કરી અને તેનું વેચાણ કરીને કમાણી કરવી ખૂબ મુશ્કેલ છે. પરંતુ ગુજરાત બહારના અન્ય રાજ્યોમાં તાજુ અને ડ્રાય બંને પ્રકારના મશરૂમની માંગ જોવા મળે છે. જેને કારણે થાણા પીપળીથી મશરૂમનું ઉત્પાદન કરીને ભારતના અન્ય રાજ્યો અને વિદેશમાં પણ પાવડર સ્વરૂપે આ મશરૂમ મોકલવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, ભેજવાળું વાતાવરણ મશરૂમને ખૂબ જ અનુકૂળ આવે છે અને આવી અનુકૂળ પરિસ્થિતિમાં પ્રત્યેક બેગમાં દોઢ કિલોથી લઈને બે કિલો જેટલુ મશરૂમનું ઉત્પાદન મેળવી શકાય છે.
ભારત તેમજ અન્ય રાજ્યોમાં કરે છે મશરૂમનું નિકાસ (Etv Bharat Gujarat) વિટામીનનો ભરપૂર સ્ત્રોત એટલે મશરૂમ: મશરૂમમાં કેલ્શિયમ વિટામિન ડી-3 વિટામીન ડી-12 અને અન્ય વિટામિનો પ્રચુર માત્રામાં જોવા મળે છે. મશરૂમનો સૌથી મોટો ઉપયોગ પ્રોટીન પાવડર બનાવવા માટે પણ થાય છે જે આર્થરાઇટિસ એટલે કે સંધિવાના રોગોમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. આ મશરૂમને અમેરિકા, ઇંગ્લેન્ડ, જર્મની જેવા દેશોમાં સુપર ફૂડ તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. હાલ જતીન સોલંકી દ્વારા ઓયસ્ટર મશરૂમનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે પરંતુ ભવિષ્યમાં સફળતાપૂર્વક બટર મશરૂમનું ઉત્પાદન પણ થાણાપીપળી ગામમાં થઈ શકે તે માટે યુવાન અને પ્રગતિશીલ ખેડૂત જતીન સોલંકી અત્યારથી જ કાર્યરત થઈ ગયો છે.
- મેઘરાજા અહીં તો મહેર કરો... બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની પોકાર - Farmers worried due to less rain
- ભાવનગરથી આવેલા નોકરશાહે ગાંધીનગરવાસીઓને દાઢે વળગાડ્યો "ઢોકળા"નો સ્વાદ, નરેન્દ્ર મોદીએ પણ ચાખ્યાં છે અહીંનાં ઢોકળાં - Dhokla Famous food of Gujarat