રાજકોટ: ભારત અને તેના સાથે જોડાયેલ યોગનું આપણા જીવનમાં ખુબ જ મહત્વ રહેલું છે. ભારતમાં તો પ્રાચીન કાલથી લોકોએ યોગની મહિમાને સ્વીકારીને તેણે પોતાના રિજિન્દ જીવનમાં આપનવઈ હતું. અને હવે આઅ આધુનિક યુગમાં પણ લોકો યોગના ફાયદાઓને જાણીને તેને પોરના દિનચર્યામાં ઉમેરી રહ્યા છે. અને સારા સ્વસ્થ માટે યોગા કરી રહ્યા છે. ત્યારે આજે વિશ્વ યોગ દિવસ પર આપણે રાજકોટની એ મહિલા વિશે વાત કરીશું કે જે યુવાનોને જીવન યોગના પાઠ શીખવે છે.
રાજકોટના 66 વર્ષીય જ્યોતિબેન યુવાનોને શીખવે છે જીવન-યોગના પાઠ, આવો છે નિત્યક્રમ... - World Yoga Day 2024 - WORLD YOGA DAY 2024
ભારતમાં પ્રાચીન કાળથી શરીરને સ્વસ્થ રાખવાની પરંપરા એટલે કે યોગ. અને આજે આ યોગના મહત્વને વિશ્વભરમાં સ્વીકાર કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત આપણાં દેશમાં જ એવા યોગવીરો છે જે અદ્ભુત એવા આસનો કરીને આપણને અચંભિત કરી દે છે. તો ચાલો જાણીએ એ અનેકોમાંથી એક એવા યોગવીર જ્યોતિબેન વિશે. World Yoga Day 2024
Published : Jun 21, 2024, 8:37 AM IST
200 સૂર્ય નમસ્કાર કરે જ્યોતિબેન:રાજકોટમાં રહેતા જ્યોતિબેન પરમારની ઉંમર 66 છે. લોકો તેમને દાદી કહીને પણ બોલાવે છે. પણ આ દાદીમાં જે રીતે યોગ કરે છે તે અદ્ભુત છે. જ્યોતિબેન જોઈને આજના યુવાનોને પણ શરમ આવી જાય તેટલી લાવચિકતાથી તેઓ યોગ કરે છે. યોગમા નિષ્ણાત એવા જ્યોતિબેન પરમાર માટે 200 સૂર્યનમસ્કાર કરવા, હાથ પર ચાલવું, 10 થી 15 મિનિટ શિર્ષાસન કરવું, દરરોજ ત્રણ કલાક પ્રાણાયામ કરવું એ તો તેમના ડાબા હાથની વાત છે.
દિવસમાં એક વાર તો યોગ જરૂરી: ઉપરાંત જ્યોતિબેન અન્ય મહિલાઓને પણ યોગ કરતાં શીખવાડે છે. તેમના વિધ્યાર્થી ટીનાબેન ડોબરિયાએ યોગના મહત્વ વિશે વાત કરતાં જણાવ્યું કહ્યું કે, તે છેલ્લા પાંચ વર્ષથી યોગ કરે છે તેને થાઈરોડ જેવા રોંગમાંથી રાહત મળી છે. જેથી દિવસમાં એક વાર જરૂર યોગ કરવા જ જોઈએ.