નવસારી: શરીરને સ્વસ્થ રાખવા માટે સાયકલ ચલાવવી એક ઉત્તમ કસરત છે. ત્યારે આજે વિશ્વ સાયકલ દિવસની નવસારીના પિતા-પુત્રએ સ્વાસ્થ્ય પ્રત્યે લોક જાગૃતિ લાવવા ગત રાતથી આજે સવાર સુધી સતત 11 કલાક 210 કિ.મી સાઇકલ ચલાવી અનોખી ઉજવણી કરી છે.
સાયકલિંગથી થતા ફાયદા: ભાગદોડ ભરી જિંદગીમાં લોકો પોતાના શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે નિષ્કાળજી રાખતા થયા છે. જેના કારણે સ્થૂળતા લોક જીવનમાં દિવસે-દિવસે ઘર કરતી જાય છે. ત્યારે સ્વાસ્થ્ય સારૂ રાખવું હોય તો કસરત અને પ્રાણાયામ જરૂરી થઈ ગયા છે. જેમાં સાયકલ સમગ્ર શરીરને સ્વસ્થ રાખવા માટેનું ઉત્તમ સાધન છે. સાયકલિંગ કરવાથી શરીરમાં મેદસ્વીપણું ઘટે છે. સાથે જ હૃદય, ફેફસા, કરોડરજ્જુ, ઘૂંટણની સમસ્યાઓનું સમાધાન પણ થાય છે.
બંને પિતા પુત્રએ સતત 11 કલાક સાયકલ ચલાવી, અંદાજે 210 કિ.મી. નું અંતર પૂર્ણ કર્યું (Etv Bharat Gujarat) લોકો સાયકલિંગ પ્રત્યે જાગૃત થાય એ હેતુથી વર્ષ 2018 માં 3 જૂનને વિશ્વ સાયકલ દિવસ જાહેર કરવામાં આવ્યો હતો. અને આજે ત્રીજી જુન છે.
પિતા-પુત્રએ સતત 11 કલાક સાયકલ ચલાવી: વિશ્વ સાયકલ દિવસની નવસારીના સાયકલિસ્ટ બોમી જાગીરદાર અને તેમના પુત્ર કેશ્વર જાગીરદાર દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી હતી. ગત રાતે 9 થી આજે સવારે 8 વાગ્યા સુધી બંને પિતા પુત્રએ સતત 11 કલાક સાયકલ ચલાવી, અંદાજે 210 કિ.મી. નું અંતર પૂર્ણ કર્યું હતુ. જેની સાથે જ તેમણે લોકોને સ્વસ્થ જીવન માટે સાયકલિંગ કરવાનો સંદેશ આપ્યો છે. સાયકલ ચલાવવાથી શરીરને ઘણો ફાયદો થાય છે,
ગત રાતથી આજે સવાર સુધી સતત 11 કલાક 210 કિ.મી સાઇકલ ચલાવી અનોખી ઉજવણી કરી (Etv Bharat Gujarat) પર્યાવરણ પણ રહે શુદ્ધ:માત્ર શરીર માટે નહિ પણ આનાથી પર્યાવરણ પણ શુદ્ધ રહે છે અને ઈંધણનો ઓછો વપરાશ થવાને કારણે અર્થતંત્રને પણ મજબૂતી મળી શકે છે. જ્યારે સાયકલ ઉપર લગાવવામાં આવેલ 12 ટકા અને એસેસરીઝ ઉપર લગાવેલ 18 ટકા GST સરકાર માફ કરે અને સાયકલ ઉપર સબસીડી જાહેર કરી વધુમાં વધુ લોકો સાયકલ ચલાવતા થાય એવી વિનંતી પણ કરવામાં આવી છે.
પિતા-પુત્રએ સ્વાસ્થ્ય પ્રત્યે લોક જાગૃતિ લાવવા સતત 11 કલાક સાઇકલ ચલાવી કરી અનોખી ઉજવણી (Etv Bharat Gujarat) સાઇકલિસ્ટ બોમી જાગીરદારે જણાવ્યું હતું કે, "આ સાયકલ યાત્રાનો હેતુ યુવાનોને જાગૃત કરવાનો છે કારણ કે સાયકલથી ઘણા બધા ફાયદા છે જે શરીરને પણ સ્વસ્થ રાખે છે. તેમજ વાતાવરણમાં પણ પ્રદૂષણની માત્રા વધી છે. તેથી દરેક વ્યક્તિ જો પોતાના નાના-મોટા કામ અર્થે સાયકલનો ઉપયોગ કરે તો વાતાવરણમાં પ્રદૂષણને ઓછું કરી શકાય છે, જેથી આજનો યુવા વર્ગ વધુમાં વધુ સાયકલનો ઉપયોગ કરે તેવી હું આશા રાખું છું."
- અમુલ દૂધના ભાવમાં વધારો...જામનગરવાસીઓએ આપી પ્રતિક્રિયા - Amul Milk Price Hike
- "વિશ્વ સાયકલ દિવસ": મળો જૂનાગઢના સાયકલપ્રેમી બીપીનભાઈ જોશીને.. - WORLD BICYCLE DAY