ગુજરાત

gujarat

ETV Bharat / state

દેશના 78 લાખ જૂની પેશન ધારકો 1 થી 2 હજાર જેવી રકમમાં ગુજારે જીવન, આજની મોંઘવારી જોઈ મઝદુર સંઘના ધરણા - Bhavnagar News - BHAVNAGAR NEWS

ભારતના દેશના 78 લાખ EPS જૂની પેંશન ધારકોને મળતા ફિક્સ પેંશન પગલે મઝદુર સંઘ મેદાનમાં ઉતર્યું છે. ભાવનગર કલેક્ટર કચેરીએ ધરણા ઉપર બેસીને માંગ કરી હતી. મઝદુર સંઘની માંગ 1 હજારનું પેંશન આજની મોંઘવારી પ્રમાણે વધારવાની માંગ કરી છે. જાણો

કલેક્ટર કચેરીએ મઝદુર સંઘના ધરણા
કલેક્ટર કચેરીએ મઝદુર સંઘના ધરણા (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 20, 2024, 8:02 AM IST

કલેક્ટર કચેરીએ મઝદુર સંઘના ધરણા (Etv Bharat)

ભાવનગર: ભાવનગર કલેક્ટર કચેરીની બહાર મઝદુર સંઘ દ્વારા જુની પેન્શન યોજનાને પગલે ધરણા યોજવામાં આવ્યા હતા. જૂની પેન્શન યોજનામાં ફિક્સ પેન્શન હોવાને કારણે પેન્શન ધારકોને આજની મોંઘવારીમાં જીવન ગુજારવું મુશ્કેલ બની ગયું હોવાથી સરકાર પાસે માંગ મૂકી છે, જેને લઇને દેશ વ્યાપી ધરણાં અંતર્ગત ભાવનગરમાં પણ યોજાયા હતા.

કલેક્ટર કચેરીએ મઝદુર સંઘના ધરણા (Etv Bharat)

મઝદુર સંઘે EPS પગલે કર્યા ધરણાં: ભારતીય મઝદુર સંઘમાં સહપ્રાંત મંત્રી ગીરીશકુમાર પટેલે જણાવ્યું હતું કે, અત્યારે હાલમાં સમગ્ર ભારતની અંદર 78 લાખ જેટલા EPS પેન્શન ધારકો છે, જે લોકોને અત્યારે હાલ જે કંઈ પણ પેન્શન મળે છે ફિક્સ કરી દેવામાં આવેલું છે. ધારો કે કોઈની હજાર રૂપિયા મળતું હોય કોઈને, 1200 કોઈને 1800 રૂપિયા એવું મળતું હોય છે, ભારતીય મજઝદુર સંઘની કારોબારી મુંબઈમાં મળી ત્યારે એવું નિર્ણય કરવામાં આવ્યો તો 19 તારીખે સમગ્ર ભારતના તમામ રાજ્યોની અંદર તમામ જિલ્લાઓની અંદર આ કાર્યક્રમ થશે અને એની અંદર અમારી મુખ્યત્વે માંગ એવી છે કે જે અત્યારે 1000 મિનિમમ પેન્શન છે એને 5000 મિનિમમ કરવું અને સાથે મોંઘોરી સાથે જોડવું, જેમ જેમ મોંઘવારી વધતી જાય એમ પેન્શનને એનો લાભ મળવો જોઈએ.

આયુષમાન ભારત યોજનાની પણ કરી માંગ: વધુમાં ગીરીશભાઈએ જણાવ્યું હતું કે, EPS પેંશન પ્રશ્ન સાથે સાથે આયુષ્યમાન ભારત યોજના જે વડાપ્રધાનની યોજના છે. આરોગ્ય લક્ષી એ યોજનાનો પણ લાભ પેન્શન ધારકોને મળે એવી અમારી આજની ડિમાન્ડ છે અને એના માટે અમે તમામ કલેકટર કચેરી ખાતે ધાણાનો કાર્યક્રમ કરીએ માન્ય કલેક્ટર મારફતે વડાપ્રધાનને આવેદનપત્ર પાઠવ્યું છે.

દેશમાં 78 લાખ પેંશન ધરકોનો પ્રશ્ન: ગીરીશભાઈએ જણાવ્યું હતું કે, હા અત્યારે હાલમાં ટોટલ આવા જે પેન્શન ધારકો છે સમગ્ર ભારત વર્ષમાં 78 લાખ પેન્શન ધારકો છે અને અત્યારે હાલ સરકાર જે મિનિમમ પેન્શન જે છે એની સાથે ધારો કે કોઈનો જે પ્રમાણેનો વર્ગ ત્રણ અને વર્ગ ચારમાં અલગ અલગ બેઝિક હોય તો એ પ્રમાણે 1200, કોઈને 1800 એવી જ રીતે પેન્શન મળી રહ્યું છે. આજની મોંઘવારીમાં આટલી રકમમાં જીવન ગુજરાવું ઝૂબ મુશ્કેલ છે. આ વિષયને લઈને સમગ્ર ભારતની અંદરની સાથે સાથે સમાજ જીવનનું પણ કાર્ય મઝદુર સંઘ કરી રહ્યું છે.

આ પણ વાંચો:

  1. "ના શિક્ષણ, ના આરોગ્ય સુવિધા" : પારાવાર સમસ્યા ભોગવતા વિકાસથી વંચિત તુરખેડાના 120 પરિવાર - Chotaudepur Local issue

ABOUT THE AUTHOR

...view details