વડોદરા:ડભોઈ રોડ ઉપર આવેલા નાથદ્વાર વિલા ફ્લેટમાં લિફ્ટ તૂટવાની ઘટના બનતાં અફરાતફરી મચી ગઇ હતી. ગ્રાઉન્ડ ફ્લોર ઉપરથી પાંચમાં માળે જવા માટે મહિલા લિફ્ટમાં પ્રવેશવા જતા જ અચાનક લિફ્ટનો કેબલ તુટી ગયો હતો.પરંતુ સદનસીબે કોઈ મોટી જાનહાની થઇ નહોતી. પણ મહિલાને સામાન્ય ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.
લિફ્ટનો વાયર તૂટતા મહિલા થઇ ઇજાગ્રસ્ત (etv bharat gujarat) ધાયલ મહિલાની વેદના: ડભોઈ રોડ ઉપર આવેલા નાથદ્વાર વિલા ફ્લેટના સી ટાવર ખાતે લિફ્ટ તૂટવાની ઘટના બની હતી. ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા રીચા ધામેલિયાએ મીડિયા સમક્ષ જણાવ્યું કે, લિફ્ટના દરવાજા ખુલ્લા હતા. મે મારો સામાન લિફ્ટમાં મુક્યો અને લિફ્ટનો દરવાજો બંધ કરવા જતા અચાનકથી લિફ્ટ પડી ગઇ હતી. મને આખા શરીરમાં જોરથી ઝાટકો લાગ્યો હતો. જેનાથી ગભરાઈને હું બહાર આવવા ગઈ ત્યારે મને પગમાં ઈજા પહોંચી હતી.
કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી:જાણવા મળતી માહિતી મુજબ, વડોદરા-ડભોઈ રોડ ઉપર આવેલ નાથદ્વાર વિલા ફ્લેટના જવાબદાર નારાયણ મરાઠેને ફલેટના રહીશોએ વારંવાર ફલેટની સુવિધાઓ અંગે રજૂઆત કરી હતી. પરંતુ માત્ર વધારે રૂપિયા કમાવવાની લાલચે આવા બિલ્ડરોનો ભોગ આમ જનતા બનતી હોય છે. આ ઘટનામાં લિફટ, સીસીટીવી કેમેરાને લઈને રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ આ બાબતે રજૂઆત કરતા બિલ્ડરે વાત કાને ધરી નથી. હાલ શહેરમાં કોઈ પણ સાઇટનું બુકિંગ થાય છે ત્યારે બિલ્ડરો દ્વારા ગ્રાહકોને માત્ર લોલીપોપ આપવામાં આવતી હોય છે. સરકાર દ્વારા સીસીટીવી કેમેરા ફરજિયાત કરવામાં આવ્યા છે. પરંતુ આ ફ્લેટમાં આજ દિન સુધી આવી કોઈ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી નથી. જેથી આ ધટનાના પગલે રહીશોએ ભારે રોષ ઠાલવ્યો હતો.
રહીશોનો આક્રોશ: નાથદ્વાર વિલા ફલેટના રહિશોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, લિફ્ટમાં કોઈ પણ ઈમરજન્સી નંબર લખવામાં આવ્યો નથી. લિફ્ટને કેવી રીતે ખોલવી તેની કોઈ માહિતી લખવામાં નથી આવી. સોસાયટીના રહિશો એક સળિયો રાખે છે. જેના દ્વારા લિફ્ટ કેટલીકવાર ખોલવામાં આવે છે. આખી સોસાયટીના ટાવર વાઇસ ઘણા લોકો લિફ્ટમાં ફસાયા છે અને તેમને બહાર પણ કાઢવામાં આવ્યા છે.
લિફટ કોન્ટ્રાક્ટ કંપનીની બેદરકારી: જાણવા મળતી માહિતી મુજબ વડોદરા-ડભોઈ રોડ ઉપર આવેલ નાથદ્વાર વિલા ફ્લેટમાં બિલ્ડર દ્વારા એમ.એન.એન્ટરપ્રાઈઝને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો. પરંતુ આ એન્ટરપ્રાઈઝના વહીવટદાર પણ આ બાબતે પોતે ઢાંકપિછોડો ક્યોં હોવાનું બહાર આવ્યું છે. વહિવટકર્તાઓએ જણાવ્યું હતું કે, સમગ્ર ઘટના બનતા બિલ્ડરે અમને સ્થળ ઉપર જવા માટે ના પાડી હતી. પરંતુ આ લિફ્ટ પડવા માટે તેઓએ લિફટના રોપ ડેમેજ થયા હોવાનું જણાવ્યું હતું. એટલે કે ડભોઇ વડોદરા શહેરમાં નાથદ્વારા વિલા ફ્લેટમાં બનેલી ઘટનામાં બંને પક્ષે ઢાંકપિછોડો થતો હોવાની ચર્ચા ચાલી રહી છે.તેઓની બેદરકારીના કારણે રહીશોને ભારે હાલાકી ભોગવવી પડે છે.જો કોઈ મોટી દુર્ધટના સર્જાય તો જવાબદાર કોણ?.
- દાહોદ વનવિભાગના ઉચ્ચ અધિકારીએ લમણે ગોળી મારી કરી આત્મહત્યા, જાણો સમગ્ર મામલો - Dahod DCF commits suicide
- બેરોજગાર ગુજરાત ! રોજગારીના મુદ્દે કોંગ્રેસે સોશિયલ મીડિયા પર ભાજપ સામે ભડાશ કાઢી - unemployeement issue in gujarat