જૂનાગઢ: ઉના તાલુકાના ગાંગડા ગામના ભાણાભાઇ સિંધવના ખેતરમાં સિંહણ ગાયનો શિકાર કરવા જતા ઉંડા કૂવામાં શિકાર અને શિકારી બંન્ને ખાબક્યા હતા. શિકારની પાછળ દોડતી વખતે સિંહણ અને ગાય ઊંડા કૂવામાં પડ્યા હતા સમગ્ર મામલાની જાણ ખેડૂત દ્વારા વન વિભાગને કરવામાં આવતા સિંહણને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવી છે.
શિકારી અને શિકાર બંને ઉંડા કૂવામાં ખાબક્યા, વન વિભાગે સિંહણને જીવતી બહાર કાઢી - lioness was pulled out of the well - LIONESS WAS PULLED OUT OF THE WELL
ઉના તાલુકાના ગાંગડા ગામના ભાણાભાઇ સિંધવના ખેતરમાં સિંહણ ગાયનો શિકાર કરવા જતા ઉંડા કૂવામાં શિકાર અને શિકારી બંન્ને ખાબક્યા હતા. શિકારની પાછળ દોડતી વખતે સિંહણ અને ગાય ઊંડા કૂવામાં પડ્યા હતા સમગ્ર મામલાની જાણ ખેડૂત દ્વારા વન વિભાગને કરવામાં આવતા સિંહણને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવી છે. lioness was pulled out of the well

Published : Jul 1, 2024, 3:49 PM IST
શિકાર અને શિકારી બંને કૂવામાં:ગીર પૂર્વના ધોકડવા બીટના ઉના તાલુકાના ગાંગડા ગામે માલણ નદીના કાંઠે આવેલા ભાણાભાઈ સિંધવના ખેતરમાં શિકારની પાછળ દોડતી વખતે ગાય અને સિંહણ બને ઊંડા કૂવામાં ખાબકતા વન વિભાગે સિંહણને સફળતાપૂર્વક બહાર કાઢી છે ત્યારે કુવામાં પડેલી ગાયનુ મોત થતા ગાયના મૃતદેહને પણ બહાર કાઢવામાં આવ્યો છે. સમગ્ર મામલાની જાણ ખેડૂત ભાણાભાઈ સિંધવે વન વિભાગને કરતા વન વિભાગે સિંહણને બચાવવાનુ અભિયાન શરૂ કર્યું હતું.
કૂવામાં પડતા ગાયનું થયું મોત:ભાણાભાઈ સિંધવના ખેતરમાં આવેલા કુવામાં અચાનક શિકારની પાછળ દોડતી વખતે શિકાર ગાય અને શિકારી સિંહણ બને ઊંડા કૂવામાં ખાબક્યા હશે મૃતક ગાયના શરીર પર સિહણ દ્વારા પંજાથી હુમલો કર્યાના નિશાનો પણ જોવા મળે છે. તેને લઈને સ્પષ્ટ થાય છે કે. સિંહણ શિકારી ગાય પાછળ દોડતી વખતે ઊંડા કૂવામાં ખાબકી હશે. ગાય તેનો જીવ બચાવવા માટે દોટ મુક્તિ વખતે ઊંડા કૂવામાં ખાબકી હોવાનું અનુમાન વન વિભાગ લગાવી રહ્યું છે. હાલ તો કૂવામાંથી જીવતી બહાર નીકળેલી સિંહણને જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડીને તેની સારવાર શરૂ કરવામાં આવી છે.