ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ સ્થિત વેપારીઓએ ETV ભારતનાં ચૌપાલ કાર્યક્રમમાં શું કહ્યું? - ETV Bharat Choupal

રાજકોટ સ્થિત કાપડ બજારનાં વેપારીઓ એકમત છે રાષ્ટ્રવાદ અને વિકાસ-પ્રગતિની વિચારધારા મુદ્દે અને તેમનો મત એ લોકો તેનેજ આપશે, પરંતુ સાથે-સાથે વેપારીઓનું ચોક્કસપણે માનવું છે કે વેપારીઓ જ્યારે આટલો કર ચૂકવી રહ્યા છે ત્યારે બને તેટલું ટેક્સનું માળખું સરળ બનાવે, વધુમાં આ વેપારીઓ શું કહ્યું તે જાણવા અને સમજવા માટે વાંચો અને જુઓ આ અહેવાલ ...

રાજકોટ સ્થિત વેપારીઓ
રાજકોટ સ્થિત વેપારીઓ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : May 4, 2024, 11:01 AM IST

Updated : May 4, 2024, 11:09 AM IST

રાજકોટ: ગરમીની મોસમમાં રાજકારણનો પારો ચોક્કસ અધ્ધર જઈ રહ્યો છે પણ બજારો ઠંડા છે. ડિમાન્ડ હજુ જોઈએ તેવી રીતે પીક-અપ થઈ રહી નથી. તેવી પરિસ્થિતિમાં રોટી, કપડા અને મકાન જેવી જરૂરિયાતવાળા ધંધા સાથે જોડાયેલા ધંધાર્થીઓ રાષ્ટ્રવાદ, રામ-મંદિર, કાશ્મીરમાં 370ની કલમનો અનુચ્છેદ, વિકાસ-પ્રગતિનાં જે દાવાઓ કરવામાં આવી રહ્યા છે તેની સાથે ક્યાંક સહમત થતા દેખાય છે. સાથે-સાથે શિક્ષણ અને રોજગારી મુદ્દે તેમને એવું લાગી રહ્યું છે કે, હજુ સરકારે એ દિશામાં ધ્યાન આપવું ખુબજ જરૂરી છે.

ETV ભારત ચૌપાલ (Etv Bharat Gujarat)

જો વેપારી ટકી શકશે તો સરકાર ટકી શકશે:વેપારીઓનું ચોક્કસપણે ક્યાંક એવું પણ માનવું છે કે, ટેક્સ સ્ટ્રક્ચર સરળ હોવું જોઈએ. વેપારીઓનુ કહેવુ છે કે, "જો વેપારી ટકી શકશે તો સરકાર ટકી શકશે". તેમજ લઘુ અને મધ્યમ ઉદ્યોગ પર લાદવામાં આવેલી જોગવાઈ જેમાં ઉધારીને આવક તરીકે ગણી લેવામાં આવી છે. તે મુદ્દે પણ સરકારે યોગ્ય નિર્ણય લઈને જરૂરી પગલાં લેવા જોઈએ. બીજી તરફ રાજકોટનાં સ્થાનિક મુદ્દાઓને ધ્યાને લેતા આ વેપારી મતદાતાઓનાં મનમાં ક્યાંક શંકાઓ છે કે, આયાતી ઉમેદવાર રાજકોટનો વિકાસ કેવી રીતે કરશે? જ્યારે અમરેલી, જ્યાંથી આ નેતાઓ આવે છે તે અમરેલી પણ હજુ વિકાસને ઝંખે છે. તદુપરાંત માળખાકીય સુવિધાઓ, ટ્રાફિકની સમસ્યાનું નિવારણ, કનેક્ટિવિટી જેવી બાબતો પર જે નેતા ધ્યાન આપશે તેમને આ વેપારી વર્ગ તેમનો કિંમતી અને પવિત્ર મત આપશે.

રાજકોટ સ્થિત વેપારીઓ (Etv Bharat Gujarat)

નોટબંધીનાં પડઘમ હજુ શાંત પડયા નથી: નોટબંધી બાદ આવેલી મંદીનાં પડઘમ હજુ શાંત નથી પડયા. તેમાં પણ આ વેપારી કરદાતાઓ માટે નવી નવી જોગવાઈઓના કારણે બજારમાં જોઈએ તેવો માહોલ નથી. એવી પરિસ્થિતિમાં આ વેપારી મતદાતાઓ રાષ્ટ્રવાદ, વિકાસ-પ્રગતિ, સનાતન ધર્મની રાજનીતિને ક્યાંકને ક્યાંક ચોક્કસ વરેલા તો દેખાય જ છે પણ સ્થાનિક પ્રશ્નોમાં કાયદો અને વ્યવસ્થા તેમજ ભ્રસ્ટાચારથી મીણ કહી ગયેલા આ વેપારી મતદાતાઓ તેમનો પવિત્ર અને કિંમતી મત કોને આપશે તે હાલ કહેવું અઘરૂ છે.

  1. રાજકોટ સ્થિત વરિષ્ઠ નાગરિકોએ ETV ભારતનાં ચૌપાલ કાર્યક્રમમાં શું કહ્યું? જાણો - SENIOR CITIZENS RAJKOT
  2. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ ક્ષત્રિય ગૌરવ વધાર્યું, રૂપાલા થી દુરી રાખી - lok sabha election 2024
Last Updated : May 4, 2024, 11:09 AM IST

ABOUT THE AUTHOR

...view details