મહેસાણા:પાટીદાર અનામત આંદોલન દરમિયાન કરવામાં આવેલા કેસીસ સરકાર દ્વારા પરત ખેંચવામાં આવ્યા છે. ત્યારે અનામત આંદોલન દરમિયાન મહેસાણા વિસ્તારમાં પણ પાટીદાર યુવાનો અને પાસ કન્વીનર્સ પર કરવામાં આવેલા. જે કેસ પરત ખેંચવા પાસ કન્વીનર સતીષ પટેલે માંગણી કરી છે. જો રાજદ્રોહના કેસ પરત ખેંચવામાં આવતા હોય તો બાકીના કેસીસ પણ પરત ખેંચવા માગણી કરી છે. સાથે સતીશ પટેલે એવો આક્ષેપ પણ કર્યો છે કે જે આગેવાનો ભાજપમાં જોડાયા છે, તેમના જ કેસ પાછા ખેંચાયા છે. બાકી સમાજ સેવા કરતા પાટીદાર આગેવાનોના કેસ પરત ખેંચવામાં આવ્યા નથી.
રાજદ્રોહ કેસ પરત ખેંચ્યા પણ બાકીના 7 કેસનું શું ? PAAS કન્વીનરનો સવાલ - PATIDAR ANAMAT ANDOLAN
જે આગેવાનો ભાજપમાં જોડાયા છે, તેમના જ કેસ પાછા ખેંચાયા છે.- આક્ષેપ
![રાજદ્રોહ કેસ પરત ખેંચ્યા પણ બાકીના 7 કેસનું શું ? PAAS કન્વીનરનો સવાલ રાજદ્રોહ કેસ પરત ખેંચ્યા પણ બાકીના 7 કેસનું શું ? PAAS કન્વીનરનો સવાલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08-02-2025/1200-675-23503829-thumbnail-16x9-x.jpg)
Published : Feb 8, 2025, 9:20 PM IST
|Updated : Feb 8, 2025, 9:27 PM IST
અનામત આંદોલન સમયના રાજદ્રોહ કેસ પરત ખેંચવા મુદ્દે હવે સવાલો પણ ઉઠ્યા છે. અને આક્ષેપો થઈ રહ્યા છે કે જે પાસ કન્વીનરો ભાજપમાં જોડાયા તેમના કેસ પરત ખેંચવામાં આવ્યા છે અને જે ભાજપમાં નથી જોડાયા તેમના કેસ પરત ખેંચવામાં નથી આવ્યા. સમગ્ર મામલે મહેસાણાથી પાસ કન્વીનર સતીષ પટેલનું નિવેદન સામે આવ્યું છે કે, ભાજપમાં જોડાય એના કેસ પાછા ખેંચાય છે અને સામાજિક સેવા કરનારના કેસ હજુ પાછા ખેંચાયા નથી. આવું કેમ? સતીશ પટેલના જણાવ્યા પ્રમાણે પોતે એટલે કે સતીશ પટેલ, સુરેશ ઠાકરે, નરેન્દ્ર પટેલ સહિત 25 જેટલા યુવાનો પર કેસ હજુ પણ ચાલુ છે, કુલ 7 થી વધુ કેસ હજુ મહેસાણા, વિસનગર, વિજાપુર કોર્ટમાં કેસ ચાલુ છે. 9 વર્ષથી સતત મુદ્દતો ભરી વકીલોની ફીસ ભરી છે. અત્યાર સુધી 4 થી 5 લાખ ખર્ચ થયો છે. સરકાર જો માનતી હોય કે કેસ ખોટા હતા, તો કેસ પરત ખેંચવામાં આવે. આંદોલનથી પાટીદાર યુવાનોને ફાયદો થયો તો હવે કેસ પાછા ખેંચો તેવી માગ કરી છે.